મોબાઈલમાં જોતા-જોતા રસ્તો ક્રોસ કરી રહેલા યુવકને ઝડપી કારે ઉડાડ્યો, યુવકનું ઘટના સ્થળે મૃત્યુ…હિમ્મતવાળા લોકો જ વીડિયો જોજો…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ઘણી વખત તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં મોબાઇલના ચક્કરમાં અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બની રહે તેવી જ એક ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ ઘટનામાં મોબાઇલમાં જોતા જોતા રોડ ક્રોસ કરી રહેલા યુવકને એક ઝડપી કારે જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે યુવક હવામાં ઉછળીને 5 ફૂટ દૂર જઈને પડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો યુવક તેના સંબંધીના ઘરેથી પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો.

અકસ્માતની ઘટનાની જાણ થતા યુવકના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના પીલીભિતના બીલાસપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અકસ્માતની ઘટના શનિવારના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ બની હતી.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ ઇર્શાદ હતું. તે પોતાના પરિવાર સાથે પોતાની બહેનના ઘરે ગયો હતો. રાત્રે 11:00 વાગ્યાની આસપાસ કે બહેનના ઘરેથી પરત ફરી રહ્યો હતો. ત્યારે રસ્તામાં રોડ ક્રોસ કરતી વખતે તેને એક કારે જોરદાર ટક્કર લગાવી હતા.

અકસ્માતના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, ઇર્શાદ આજુબાજુ જોયા વગર ફોનમાં જોતો જોતો રોડ ક્રોસ કરે છે. ત્યારે પુરપાડ ઝડપે આવતીકાલ તેને કચડી નાખે છે. આ ઘટનામાં ઇર્શાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો આ કારણસર તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

ઇર્શાદનું મૃત્યુ થતાં તેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાની પરિવાર તરફથી હજુ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવી નથી. પોલીસે કહ્યું કે અમને ફરિયાદ મળશે એટલે કાર્યવાહી કરીશું. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને શોધવાની કામગીરી ચાલુ જ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*