ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની વધી રહી છે. ખાસ કરીને છેલ્લા થોડાક દિવસોથી રાજકોટમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના રાજકોટથી સામે આવી રહી છે. રાજકોટની અંદર આવેલા બિલેશ્વર નજીક માલગાડીની સામે કૂદીને એક પ્રેમી પંખીડાએ પોતાનો જીવ ટૂંકાવી લીધો છે. આ ઘટના બનતા આજે ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.
આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી યુવતી ની મોટી બહેને જણાવ્યું હતું કે, મારી નાની બહેનને મેં કહ્યું હતું કે, તું નાની છો, હજુ બે બહેનોની સગાઈ કરી છે તેના લગ્ન થઈ જાય પછી તારા લગ્ન કરાવી આપશું. પરંતુ તેને ધીરજ ન રાખી અને આ પગલું ભરી લીધું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો રાજકોટમાં ગઈકાલે વહેલી સવારે ભાગોળે બિલેશ્વર નજીક ટ્રેનની સામે કૂદીને એક યુવક અને યુવતીએ પોતાનો જીવ ટૂકાવ્યો હતો.
આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા યુવાન અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામેલા યુવાનનું નામ મનોજ બિલજ ગુજરીયા હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી. એવું જાણવા મળી રહ્યું છે કે તેની સાથે મૃત્યુ પામેલી યુવતી સાથે તે પ્રેમ સંબંધમાં હતો.
મળતી માહિતી અનુસાર 35 વર્ષના મનોજને એના નજીકમાં રહેતી યુવતી સાથે આંખો મળી ગઈ હતી. બંને એકબીજાને પ્રેમ કરતા હતા. ત્યારબાદ યુટીએ લગ્ન માટે પરિવારજનો ની વાત કરી હતી. ત્યારે પરિવારજનોએ કહ્યું હતું કે “તું નાની છો મોટી બહેનોના લગ્ન થઈ જાય ત્યારબાદ તેને લગ્ન કરાવી આપશો”.
આ વાતથી યુવતી સહમત ન થઈ અને મોડી રાત્રે ઘરની બહાર નીકળી ગઈ હતી. ત્યારબાદ ઘરે પરત ન કરી તેથી પરિવાર જન્મે તેની શોધખોળ શરૂ કરી હતી. સવારે રેલવે પોલીસનો ફોન આવ્યો કે તમારી દીકરીનું મૃતદેહ મળી આવ્યો છે. આ વાત સાંભળીને પરિવારજનોમાં માતમ છવાઈ ગયું હતું.
મળતી માહિતી અનુસાર ‘મારો પગ દુખે છે હું બહાર ચાલવા જાઉં છું’ તેમ કહીને યુવતી ઘરેથી નીકળી હતી. ત્યારબાદ તે ઘરે પરત ફરી ન હતી. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી યુવતીની મોટી બહેને જણાવ્યું કે, સવારે 10:30 વાગ્યાની આસપાસ રેલવે પોલીસ નો ફોન આવ્યો હતો. તમારી દીકરીનું મૃતદેહ મળી આવ્યું છે. મળતી માહિતી અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે યુવતી ની ઉંમર માત્ર 16 વર્ષની જ હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment