મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં એક ચર્ચાએ ખૂબ જ જોર પકડ્યો છે. સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે કે તેમને ગળાનું કેન્સર થયું છે. આ સમાચાર સામે આવતા જ દયાબેનના ચાહકોમાં ચિંતા નો માહોલ જોવા મળ્યો હતો.
પણ મિત્રો તમને જણાવી દઈએ કે આ સમાચાર એક છે અને આમાં કોઈ હકીકત નથી. આ વાતને લઈને ખુદ જેઠાલાલ એટલે કે દિલીપ જોશી એ એક ઇન્ટરવ્યૂમાં કન્ફર્મ કરતાં કહ્યું કે, મને સવારથી સતત કોલ આવી રહ્યા હતા. દરેક વખતે કાંઈક ને ક્યાંક સાચા ખોટા સમાચાર મળી રહ્યા છે.
મને લાગે છે કે આવા સમાચારને પ્રોત્સાહન આપવું જરૂરી નથી. હું માત્ર એટલું જ કહીશ કે આ બધી અફવા છે. અને આના પર ધ્યાન ન આપો. મિત્રો દયાબેન ઉર્ફે દિશા વાકાણીને કંઈ પણ થયું નથી. હવે દિશા વાકાણીના ફેન્સને પરેશાન થવાની જરૂર નથી.
જેઠાલાલ એટલે કે દિલીપ જોશી એ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, અભિનેત્રી એકદમ ઠીક છે. જોકે સોશિયલ મીડિયામાં ફરતા સમાચારને લઈને હજુ સુધી ખુદ દિશા વાકાણી નું કોઈ પણ નિવેદન સામે આવ્યું નથી. આ વાતને લઈને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીએ પણ રિએક્ટ કરતાં જણાવ્યું કે, તેમને આ બાબતે કોઈ પણ પ્રકારની જાણ નથી.
તેઓએ કહ્યું કે સોશિયલ મીડિયામાં ક્લિક અને લાઇકસ મેળવવા માટે લોકો આવા સમાચાર અપલોડ કરતા રહે છે. તમાકુ ખાવાથી કેન્સર થાય છે ન કે અવાજ કાઢવાથી. આ વાતને લઈને દિશા વાકાણીના ભાઈ મયુર વાકાણી નિવેદન આપતા કહ્યું કે, આ સંપૂર્ણ રીતે એક અફવા છે.
અને હું તેમના ચાહકોને વિનંતી કરું છું કે તેઓ આ પ્રકારની અફવા ઉપર કોઈ પણ પ્રકારનો વિશ્વાસ ન કરે અને તેનાથી બિલકુલ ગભરાઈ નહીં. તેમને કહ્યું કે હું દિશા સાથે સંપર્કમાં છું અને જો આ કેન્સરની ખબરમાં સચ્ચાઈ હોય તો તેને જાણવા વાળો હું પહેલો માણસ હોત. દિશા સંપૂર્ણ રીતે ઠીક છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment