સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ખાસ કરીને આજકાલના યુવાનો અને યુવતીઓ સાવ નાની એવી બાબતમાં ઘણી વખત સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં માત્ર 18 વર્ષના યુવકે સાવ નાની એવી બાબતે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. સુસાઇડ કરવાનું કારણ પણ ચોકાવનારું છે.
આ ઘટના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં બની હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ પારસ હતું અને તેની ઉંમર 18 વર્ષની હતી. લગભગ એક વર્ષ પહેલા પણ સાયકલ ન મળતા પાર હશે ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી. ત્યારે હાલમાં પારસ પોતાની માતા પાસે બુલેટ અને નવો મોબાઈલ માંગી રહ્યો હતો. પરંતુ માતાએ બુલેટ અને નવો મોબાઈલ લઇ દેવાની ના પાડી તેથી પારસે આ પગલું ભરી લીધું હતું.
મળતી માહિતી અનુસાર સુષ્મા નામની મહિલા પોતાના બે દીકરા પિયુષ અને પારસ સાથે રહે છે. પિયુષ નોઈડા સેક્ટર-60માં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પારસના એક પગમાં લકવા થઈ જવાના કારણે તેને ધોરણ-11 પછી અભ્યાસ છોડી દીધો હતો. સુષ્માએ તેના પતિથી છૂટાછેડા લીધા છે.
તેથી તે પોતાના બે દીકરાઓ સાથે અલગ રહેતી હતી. રવિવારના રોજ રાત્રે લગભગ 8:00 વાગ્યાની આસપાસ પારસ પોતાની રૂમમાં હતો. ત્યારે તેની માતા તેને બોલાવવા જાય છે. પરંતુ પારસ રૂમનો દરવાજો ખોલતો નથી. ત્યારબાદ માતા બારીમાંથી ડોકિયું કરે છે. ત્યારે માતાએ પારસનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
ઘટના સ્થળે પહોંચીને પોલીસે રૂમનો દરવાજો તોડ્યો હતો અને પારસને નીચે ઉતારીયો હતો. સમગ્ર ઘટનાને લઈને તપાસ કર્યા બાદ પોલીસે પારસને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા પારસ ની માતા ની પૂછપરછ કરી હતી. ત્યારે માતાએ જણાવ્યું હતું કે, પારસ ઘણી વાર બુલેટ અને નવો મોબાઈલ માગતો હતો.
હું દર વખતે તેને ઇન્કાર કરતી હતી. કદાચ તેનાથી નારાજ થઈને પારસ એ આ અંતિમ પગલું ભર્યું છે. મળતી માહિતી અનુસાર પારસ ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો. પારસના મોટાભાઈએ લગભગ છ વર્ષ પહેલા સુસાઇડ કરી લીધું હતું. ત્યાર પછી ઘરમાં બે ભાઈ રહી ગયા હતા. ત્યારે હવે પારસએ પણ પોતાનો જીવ ટૂંકાવી લીધો છે. હવે ઘરમાં મૃતક પારસની માતા અને તેનો ભાઈ જ વધ્યા છે. આ ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મિત્રો દરેક બાળકોને એક વાત કહેવા માગું છું. જ્યારે તમને તમારા માતા પિતા કોઈ ચીજ વસ્તુ લઈ લેવાની ના પાડે ત્યારે તે તમારી ભલાઈ માટે જ કહેતા હોય છે. પરંતુ અમુક બાળકો આ વાતનું ખોટું લગાવીને આ પ્રકારનું પગલું ભરી લેતા હોય છે. દરેક બાળકોને કહેવું છે કે, તમારા માતા-પિતા જે પણ કરતા હોય તે તમારી ભલાઈ માટે જ કરતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment