સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં બીજાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં માતાજીના દર્શન કરીને પ્રસાદ લઈને ઘરે આવતા વ્યક્તિને રસ્તામાં અકસ્માત નડ્યો હતો.
અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાના કારણે વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. યુવકના મૃત્યુના સમાચાર તેની પત્નીને મળતા પત્ની બેહોશ થઈ ગઈ હતી. આ દર્દનાક અકસ્માતની ઘટના પાલીમાં બની હતી. આ દર્દનાથ અકસ્માતની ઘટના સોમવારના રોજ બપોરના સમયે બની હતી. પાલી શહેરના ઇન્દ્રા કોલોનીમાં રહેતા 24 વર્ષના દિનેશકુમાર નામના વ્યક્તિનું આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ નીપજ્યું છે.
દિનેશકુમાર જાદણથી પાલી તરફ આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો. દિનેશ કુમારની બાઈકને રસ્તામાં અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં દિનેશકુમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેથી તેનું મૃત્યુ નીપજ્યું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મંગળવારના રોજ દિનેશ કુમારના મૃતદેહને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવશે. મૃત્યુ પામેલો દિનેશકુમાર માળી સુથારનું કામ કરતો હતો. તેના લગ્ન અમદાવાદની રહેવાસી રેણુકા નામની યુવતી સાથે 10 એપ્રિલ 2022 ના રોજ થયા હતા. પરિવારમાં બધું સારું હતું. દિનેશ અને રેણુકાનું લગ્નજીવન પણ ખૂબ જ સારું ચાલી રહ્યું હતું.
મળતી માહિતી અનુસાર માનેલી માનતા પૂરી થતાં દિનેશ બાઇક લઈને માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયો હતો. ત્યાંથી પ્રસાદ લઈને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેની અકસ્માત નડ્યો હતો. દિનેશના મૃત્યુના સમાચાર સાંભળતા જ રેણુકા બેભાન થઈ ગઈ હતી. દીકરાના સમાચાર સાંભળીને પરિવારની હાલત કફોડી બની ગઈ હતી. દિનેશકુમારની માતાના આસુ હજુ પણ સુકાતા નથી.
આ ગંભીર અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે. છ મહિના પહેલા દિનેશકુમાર ના ધામધૂમથી લગ્ન થયા હતા અને હવે તે જ દિનેશકુમાર આ દુનિયામાં નથી રહ્યો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment