ઉત્તરકાશીમાં બનેલી દુર્ઘટનામાં લાપતા થયેલા ગુજરાતના અર્જુનસિંહ ગોહિલનું મૃતદેહ મળી આવ્યું, તેમના સાથીદારોએ રડતા-રડતા કહ્યું કે, અર્જુનસિંહ મસ્ત-મોજીલા માણસ હતા અને….

Published on: 11:06 am, Tue, 11 October 22

ગત મંગળવારના રોજ ઉતરાખંડના ઉત્તરખાશીમાં ખૂબ જ આંચકાજનક ઘટના બની હતી. નેહરું પર્વતારોહણ સંસ્થામાં ભણવા ગયેલા પર્વતારોહક અને તેમના ઇન્સ્ટ્રક્ટર ઉત્તર કાશીમાં આવેલા દ્રોપદી કા દંડા – 2 નામના શિખરનું આરોહણ કરવા માટે ગયા હતા. ત્યારે ત્યાં અચાનક જ હિમપ્રપાત થયો હતો. આ ઘટનામા 29 જેટલા લોકો ગુમ થઈ ગયા હતા. જેમાં આપણા ગુજરાતના ભાવનગરના અર્જુનસિંહ ગોહિલ પણ સામેલ હતા.

આ ઘટના બન્યાના 6 દિવસ બાદ NDRF અને એરફોર્સની રેસ્ક્યુ ટીમને અર્જુનસિંહ ગોહિલનું મૃતદેહ મળ્યું હતું. આ ઘટનાની માહિતી મળતા જ અર્જુનસિંહ ગોહિલના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. અર્જુનસિંહને યાદ કરીને તેમના સાથી મિત્રો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા.

મળતી માહિતી અનુસાર દ્રૌપદી કા દંડા -2 શિખર પર ગયેલા ભાવનગરના બે યુવાનો ફસાયા હતા. એડવાન્સ કોર્સ માટે ગયેલા ભાવનગરના બે યુવાનો કલ્પેશ બારૈયા અને અર્જુનસિંહ ગોહિલ હિમસ્ખલન થતા બંને ત્યાં ફસાઈ ગયા હતા. અગાઉ રેસ્ક્યુટીવની શોધખોળ દરમિયાન કલ્પેશ બારૈયા નામના ભાવનગરના યુવાનો સહી સલામત મળી આવ્યા હતા.

પરંતુ ચિત્રાવાવ ગામના અર્જુનસિંહ ગોહિલની કોઈ પણ ભાળ થઈ ન હતી. એમને શોધવાની કામગીરીઓ શરૂ હતી. લગભગ ઘટનાના 6 દિવસ બાદ અર્જુનસિંહ ગોહિલનું મૃતદેહ ટીમને મળી આવ્યું હતું. અર્જુનસિંહ ગોહિલના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

આ સમગ્ર ઘટના બન્યા બાદ ઉત્તરાખંડમાં મૃત્યુ પામેલા પર્વતારોહક યુવક માટે ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે, ભાવનગરના ઉમરાળા તાલુકાના ચિત્રાવાવ ગામના પર્વતારોહક અર્જુનસિંહ ગોહિલના નિધનની ઘટનાથી દુઃખની લાગણી અનુભવી છે. રાજ્ય સરકાર મૃત્યુ પામેલા અર્જુનસિંહ ગોહિલના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય આપશે.

મળતી માહિતી અનુસાર 41 જેટલા પર્વતારોહક દ્રોપદીના ડંડા-બે પર્વત પર ચડવાની ટ્રેનિંગ લઈ રહ્યા હતા. જેમાંથી 34 ટ્રેની અને 7 ઇન્સ્ટ્રક્ટર હતા. તમામ લોકો ગત મંગળવારના રોજ સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ 5670 મીટર એટલે કે 18000 ફૂડથી વધુ ઊંચાઈ પર પહોંચ્યા હતા.

ત્યાંથી પરત ફરતી વખતે લગભગ સવારે 8.45 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. આ ઘટનામાં ગુજરાતના પાંચ યુવાનો ફસાઈ ગયા હતા. જેમાંથી ચાર યુવાનોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. એક માત્ર અર્જુનસિંહ ગોહિલ જ લાપતા હતા. ઘટનાના છ દિવસ બાદ અર્જુનસિંહ ગોહિલનું મૃતદેહ મળી આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઉત્તરકાશીમાં બનેલી દુર્ઘટનામાં લાપતા થયેલા ગુજરાતના અર્જુનસિંહ ગોહિલનું મૃતદેહ મળી આવ્યું, તેમના સાથીદારોએ રડતા-રડતા કહ્યું કે, અર્જુનસિંહ મસ્ત-મોજીલા માણસ હતા અને…."

Leave a comment

Your email address will not be published.


*