આમ આદમી પાર્ટીના નેશનલ જનરલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ભાજપના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે નિવેદન કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ચૂંટણી થવાની છે અને જ્યારે અરવિંદ કેજરીવાલ અને આપના બીજા દિગ્ગજ નેતાઓ ગુજરાત આવે છે. ત્યારે ગુજરાતના લોકો તેમને સ્કૂલો બતાવે છે અને કહે છે કે દેખો કેટલી ખરાબ સ્કૂલો છે અને પાછલા 27 વર્ષથી ભાજપ એ સ્કૂલો માટે કંઈ જ કામ કર્યું નથી.
ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું કે, આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં આવીને કહે છે કે, તેમને પાંચ વર્ષમાં સ્કૂલ બદલી અને ભાજપે છેલ્લા 27 વર્ષથી સ્કૂલો માટે કાંઈ કર્યું નથી. તેના જવાબમાં સી આર પાટીલે નિવેદન કર્યું છે કે, જે લોકો બહારથી આવીને કહે છે કે ગુજરાતમાં સ્કૂલ નથી બની હું તેમને કહેવા માગું છું કે ગુજરાત સરકારે સુરતમાં 73 સ્કૂલોમાં સ્માર્ટ બોર્ડર લગાવીને તેમને ઠીક કરે છે.
અમને જાણીને ખુશી થાય છે કે જનતાના ડરથી 27 વર્ષ પછી ભાજપ એ કમસેકમ 73 સ્કૂલો ઠીક તો કરાવી છે અને સાથે જાણીને દુઃખ થયું કે 27 વર્ષથી ભાજપે ફક્ત 73 સ્કૂલો ઠીક કરાવી છે. વધુમાં ઈન્દ્રનીલે રાજગુરુએ વાતચીત કરતા જણાવ્યું કે, અમે ડેટા ચેક કરતા હતા અને અમે હિસાબ લગાવતા હતા કે સ્કૂલો ઠીક કરતા ગુજરાતમાં કેટલા દિવસો લાગે છે. અમે ગુજરાતના ખૂણે ખૂણે જઈને સ્કૂલો જોઈ અને તે બધી સ્કૂલો ખરાબ પડી છે, ભણવાની સુવિધાઓ નથી, શિક્ષકની કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી.
જે લોકોએ 27 વર્ષમાં 73 સરકારી શાળાઓ ઠીક કરી છે તે ગુજરાતમાં 40800 સરકારી શાળાઓ છે. તો આ પ્રમાણે આ બધી સ્કૂલો ઠીક કરતા ભાજપને 15000 વર્ષ વીતી જશે. હું તમને કહેવા માગું છું કે ભાજપનો આપ ફોર્મ્યુલા ખૂબ જ ભંગાર છે. 27 વર્ષમાં 73 સ્કૂલે ઠીક કરવા વાળો ફોર્મ્યુલા ગુજરાતના કોઈપણ કામનો નથી. ગુજરાતની જનતા ઈચ્છે છે કે પાંચ વર્ષમાં સ્કૂલો ઠીક થઈ જવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment