માવો ખાવા ગયેલા યુવકને મળ્યું મૃત્યુ..! રાજકોટના શાપર-વેરાવળ નજીક સાવ નાની એવી બાબતમાં એક યુવકનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લેવામાં આવ્યો – જાણો સમગ્ર ઘટના

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. ઘણી વખત નજીવી બાબતમાં જીવ લેવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે રાજકોટમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે. આ ઘટનામાં રાજકોટના શાપર-વેરાવળ નજીક નાની એવી બાબતમાં ધારદાર વસ્તુ વડે એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે.

સમગ્ર ઘટના બનતા આજે ચારેય બાજુ ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા શાપર વેરાવળ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને આરોપીની અટકાયત કરી છે. મળતી માહિતી અનુસાર રાજકોટના શાપર વેરાવળ ખાતે ગઈકાલે સાંજે શીતળા માતાજીના મંદિર નજીક આવેલા પાનના ગલ્લા પર ધંધુકાના સરવાળા ગામનો વતની અને શાપર વેરાવળમાં કલર કામ કરતો શ્રમિક સંજય ડાભી આવ્યો હતો.

\આ દરમિયાન ત્યાં ઉભેલો ગૌરવ નામનો વ્યક્તિ માવો ચોળતા ચોળતા મન ફાવે તેવા અપશબ્દ બોલી રહ્યો હતો. ત્યારે ત્યાં હાજર સંજય ડાભી ગૌરવને અપશબ્દ બોલવાની ના પાડે છે. ત્યારબાદ સંજય અને ગૌરવ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી.

બોલાચાલી એટલી બધી ગુસ્સામાં ભરાયેલો ગૌરવે ધારદાર વસ્તુ વડે સંજય પર પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો. ત્યારબાદ ગૌરવ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તેમને આ ઘટનાની જાણ શાપર વેરાવળ પોલીસને કરી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઈને જીવ લેવાનો ગુનો નોંધીને આરોપીની અટકાયત કરી હતી. સંજયના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*