રુવાટા ઉભા કરી દેનારો અકસ્માત, આવો અકસ્માત પહેલા ક્યારેય પણ નહીં જોયો હોય… વીડિયો જોઈને કહો આમાં કોની ભૂલ છે…

Published on: 3:07 pm, Fri, 7 October 22

મિત્રો સોશિયલ મીડિયામાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાના વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા અકસ્માતના વિડીયો જોઈને આપણા રુવાટા ઉભા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે છોકરીઓ અલગ અલગ સ્કૂટી પર જોવા મળી રહે છે. ત્યારે આ બંને છોકરીઓની સ્કુટી સામસામે અથડાય છે. જેના કારણે બંને છોકરીઓ જમીન પર પડી ગઈ હતી અને ત્યાર પછી જે થયું તે જોઈને ભલભલા લોકોના રુવાટા ઉભા થઈ ગયા હતા.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક છોકરી સ્કૂટી પર સીધા રોડ ઉપર જઈ રહી છે. ત્યારે બીજી છોકરી તેની સ્કુટી સાથે સાંકડા રસ્તા પરથી મેન રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન બંનેમાંથી એક પણ યુવતી પોતાની સ્કૂટીની બ્રેક લગાવતી નથી.

જેના કારણે બંને યુવતીઓની સ્કુટી સામસામે અથડાઈ હતી અને એકબીજા સાથે અથડાવીને બંને રોડની વચ્ચોવચ પડી જાય છે. આ દરમિયાન સામેથી એક ટ્રક આવતા હોય છે. આ ટ્રક ની અંદર રેતી ભરેલી હોય છે. ટ્રક ચાલક રોડની વચ્ચોવચ પડેલી છોકરીઓને બચાવવા માટે ટ્રકનું સ્ટેરીંગ તાત્કાલિક ધોરણે ફેરવી નાખે છે.

અચાનક જ સ્ટેરીંગ ફેરવવાના કારણે ટ્રક બેકાબુ થઈ જાય છે અને પલટી ખાઈ જાય છે. આ ઘટનામાં ટ્રકમાં ભરેલી બધી રહેતી બંને છોકરીઓ ઉપર ઢોળાઈ જાય છે. આ ઘટનામાં એક છોકરી સંપૂર્ણ રીતે રેતીની નીચે દબાઈ ગઈ હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ સમગ્ર ઘટનાનો વિડીયો ટ્વીટર પર Solo accidentes નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 94,000 થી પણ વધારે લોકોએ જોયો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થઈ રહેલો અકસ્માત નો વિડીયો જોઈને તમે જ કહો કે આ ઘટનામાં કોની ભૂલ હતી

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રુવાટા ઉભા કરી દેનારો અકસ્માત, આવો અકસ્માત પહેલા ક્યારેય પણ નહીં જોયો હોય… વીડિયો જોઈને કહો આમાં કોની ભૂલ છે…"

Leave a comment

Your email address will not be published.


*