હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં મૂર્તિ વિસર્જન દરમિયાન 6 યુવકો પાણીમાં ડૂબી ગયા છે. પાણીમાં ડૂબવાના કારણે 6 યુવકોના મૃત્યુ નીપજ્યા છે. ત્યારે હાલમાં યુવકોના મૃત્યુ પહેલાનો એક વિડિયો પણ સામે આવ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવી રીતે એક યુવક અચાનક પાણીમાં લાગે છે.
તેને બચાવવામાં અન્ય પાંચ યુવકો એક પછી એક પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટના બનતા આજે ચારેય બાજુ શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના બુધવારના રોજ અજમેર જિલ્લાના નસીરાબાદ પાસે બની હતી. આ ઘટના બુધવારના રોજ બપોરે 3:30 વાગ્યાની આસપાસ બની હતી.
25 જેટલા ગામના લોકો મૂર્તિ વિસર્જન કરવા માટે પાણીથી ભરેલા ખાડા પાસે પહોંચ્યા હતા. રાહુલ, પવન, લકી, ગજેન્દ્ર, રાહુલ અને શંકર તેમના કેટલાક મિત્રો સાથે માતાજીની મૂર્તિ લઈને પાણીથી ભરેલા ખાડામાં ઉતર્યા હતા. તેઓ ધીમે ધીમે પાણીથી ભરેલા ખાડામાં આગળ વધી રહ્યા હતા.
માતાજીનું મૂર્તિ વિસર્જન કર્યા બાદ તમામ મિત્રો પાણીની અંદર મોજ મસ્તી કરી રહ્યા હતા. આ દરમિયાન એક મિત્ર અચાનક જ ઊંડા પાણીમાં ડૂબા લાગે છે. તે બુમા બુમ કરે છે તેથી ત્યાં હાજર અન્ય 5 યુવકો તેને બચાવવા માટે ઊંડા પાણીમાં ઉતર્યા હતા. પરંતુ તે લોકો પણ ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.
ગામના વ્યક્તિના મોબાઈલમાં આ સમગ્ર ઘટના એ જ થઈ ગઈ છે. હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક સાથે એક જ ગામના 6 યુવકોના મૃત્યુ થતા ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. આ ઘટનામાં પવન, રાહુલ, શંકર, લકી, રાહુલ અને ગજેન્દ્રનું મૃત્યુ થયું છે.
ગામમાં એક સાથે 6 અર્થી ઉઠશે..!ગામના લોકોની નજર સામે ગામના 6 યુવકો પાણીમાં ડૂબી ગયા…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો pic.twitter.com/BrqEcpXyvK
— GUJJU ROCKZ (@gujju_rockz) October 6, 2022
અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ગામના લોકોની મદદ થી પાણીમાંથી તમામના મૃતદેહને બહાર કાઢ્યા હતા. મૃતકોના પરિવારજનોને આ ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઇને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment