વડોદરામાં 19 વર્ષના પટેલ યુવાનના હાથ-પગ બાંધીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો, મૃતદેહ એવી હાલતમાં મળી આવ્યું કે પોલીસ પણ ધ્રુજી ઉઠી..! પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો…

ગુજરાતમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહી છે. સતત જીવ લેવાની ઘટનાઓ વધતા હવે એવું લાગી રહ્યું છે કે લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી. ત્યારે વડોદરામાં એક જીવ લેવાની ઘટના બની છે. વડોદરામાં એક 19 વર્ષના પટેલ યુવાનનું મૃતદેહમળી આવતા ચારેબાજુ અફરાતફરીનો મહોલ જોવા મળ્યો હતો.

ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલા યુવકનું નામ દક્ષ હસમુખભાઈ પટેલ હતું. તે એમએસ યુનિવર્સિટીના એસવાય બીકોમમાં અભ્યાસ કરતો હતો અને જય અંબે સ્કૂલ પાસે આવેલી શિવમ સોસાયટીમાં રહેતો હતો.

દક્ષ પટેલ માંજલપુરના અલૈયા બલૈયા ગરબા જોવા માટે ગયો હતો. ત્યારબાદ દક્ષ પોતાના મિત્રો સાથે સિયાજીગંજ ગયો હતો અને પછી તેનો ફોન બંધ થઈ ગયું હતું. મોડી રાત થઈ ગઈ છતાં પણ દક્ષ ઘરે ન આવ્યો તેથી પરિવારના લોકોએ તેને સંપર્ક કરવાના ઘણા બધા પ્રયાસ કર્યા હતા. પરંતુ દક્ષનો કોઈ પણ પ્રકારનો સંપર્ક ન થતા પરિવારના લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા.

પરિવારના લોકોએ સવારે માંજલપુરના પી.આઈ વી કે દેસાઈને આ ઘટનાની જાણ કરી હતી. ત્યારે બીજા દિવસે સયાજીગંજના અલંકાર ટાવર કોમ્પ્લેક્સના બેઝમેન્ટ માંથી એક મૃતદેહ મળી આવ્યું હતું. આ વાતની જાણ થતા પોલીસનો કાફલો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. બેઝમેન્ટ માંથી મળી આવેલું મૃતદેહ દક્ષનું હતું.

દક્ષના બંને હાથ અને પગ બાંધીને તેના પેટના ભાગે ધારદાર વસ્તુ વડે પ્રહાર કરવામાં આવ્યા હતા. દક્ષને એટલું દર્દનાક મૃત્યુ આપ્યું હતું કે ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પણ ચોકી ઉઠી હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને સયાજીગંજ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પીઆઇ આરજે જાડેજા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ પછી એક કડી જોડી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે પ્રેમ સંબંધ ના કારણે દક્ષનો જીવ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર દક્ષ પટેલ છેલ્લી વખત પાર્થ નામના મિત્ર સાથે હતો. હાલમાં પોલીસ પાર્થની પૂછપરછ કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*