આજરોજ બપોરે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં બ્રેઝા કાર અને રોડવેઝ બસ વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના હરિયાણાના રેવાડી જિલ્લામાં બપોરે દિલ્હી-જયપુર હાઇવે ઉપર બની હતી.
અહીં રોડવેઝ બસ અને બ્રેઝા કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની ઘટનામાં બ્રેઝા કારમાં સવાર પાંચ યુવકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત અકસ્માતની ઘટનામાં બસમાં સવાર 11 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના એટલી ગંભીર હતી કારનો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઈ ગયો હતો. કારની આગળની સીટમાં બેઠેલા બે યુવકોને માથા તેના શરીરથી અલગ થઈ ગયા હતા.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર બ્રેઝા કાર લગભગ 2.30 વાગ્યાની આસપાસ દિલ્હી-જયપુર રોડ ઉપર જઈ રહી હતી. ત્યારે સોનીપથ ડેપો ની રોડવેઝ બસ જયપુર થી દિલ્હી તરફ આવી રહી હતી.
ત્યારે બસ ચાલકે બ્રેઝા કારને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં 25 વર્ષીય સચિન, 23 વર્ષીય મહેશ, 24 વર્ષીય સોનું, 20 વર્ષીય કપિલ અને 21 વર્ષીય નિતેશનું મૃત્યુ થયું છે.
આ ઘટનાને લઈને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી તરફ જતી કાર અચાનક જ બેકાબૂ બની ગઈ હતી. જેના કારણે તે ડિવાઇડર સાથે અથડાઈને રોંગ સાઈડમાં આવતી બસ સાથે અથડાઈ હતી. જેથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બસમાં સવાર મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી છે.
અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે ભારે હોબાળો મચી ગયો હતો ઘટના સ્થળે મોટી સંખ્યામાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે આ ઘટનાની જેમ મૃતકના પરિવારજનોની કરી હતી. ઘટનાની માહિતી મળતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment