ભક્તિની શક્તિ..! રાજકોટમાં યુવતીઓએ માથા પર સળગતી ઈંઢોણી મૂકીને રાસ લીધા…જુઓ વિડિયો

હવે તો ગણતરીના દિવસો જ બાકી છે એ નવલા નોરતા શરૂ થવાના. એવામાં શક્તિની ભક્તિમાં બાળાઓ આતુર જોવા મળી રહ્યા છે અને સૌ કોઈ લોકો ગરબે ઘૂમવા માટે પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. એવામાં આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છે જે રાજકોટમાં અર્વાચીન રાજની જાખમ ઝાડ વચ્ચે પણ પ્રાચીન ગરબીનું મહત્વ યથાવત હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે.

આપણે સૌ જાણીએ છીએ કે આ નવલી નવરાત્રીમાં સૌ કોઈ લોકો અલગ અલગ પહેરવેશમાં રમઝટ બોલાવતા નજરે પડશે ત્યારે આ રાજકોટમાંથી સામે આવેલા એ દ્રશ્યો.જેમાં સળગતી ઈંઢોળી નો રાસ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યા છે. આજ રાસ માટે બાળાઓ પ્રેક્ટિસ પણ કરી રહી છે જે તમે વિડીયો મારફતે જોઈ શકો છો.

હાલ તો આ તસવીરો જોઈને પ્રાચીન ગરબા જેમાં આવી જ રીતે નવદુર્ગા માતાની ગરબે ઘૂમતી નારીઓ નો અદભુત દ્રશ્ય સામે આવ્યા છે. આ ગરબામાં નવદુર્ગા માતાની સાક્ષાત અનુભૂતિ થાય છે. વાત જાણે એમ છે કે પ્રાચીન ગરબીમાં એક આરતીનું ખૂબ જ મહત્વ હતું અને તે પ્રખ્યાત છે જલતો જલતો જાય અંબે માનો ગરબો જલતો જાય પવન જપાટા થાય તોય માં નો ગરબો જલતો જાય અંબે માનો ગરબો જલતો જાય આ બાળાઓ જાણે એ આરતી ને આત્મસાત કરે છે.

લગભગ 15 વર્ષથી આ પ્રાચીન ગરબી નું મહત્વ અને રાજકોટ શહેરમાં આવા ગરમીનું આયોજન કરવામાં આવે છે. હાલ તો નવલી નવરાત્રીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે. એવામાં રાજકોટ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આજે પ્રાચીન ગરબી નું મહત્વ અને આયોજન પણ જોવા મળી રહ્યું છે.

આશરે છેલ્લા 15 વર્ષથી આ પ્રાચીન ગરબી મંડળનું તદ્દન નિશુલ્ક આયોજન કરવામાં આવ્યા છે. જેમાં હજારોની સંખ્યામાં ભાવિકો માન્ય આરાધનામાં બનીને ગરબે ઘુમતી બાળાઓને નિહાળવા માટે આવે છે. અદ્રશ્ય જાણે નવદુર્ગા માતાની સાક્ષાત અનુભૂતિ કરાવતા હોય છે.

પ્રાચીન ગરબી મંડળ નું તદ્દન નિષ્ક આયોજન કરતા આ બજરંગ ગરબી મંડળ કે જેઓ નવરાત્રિના નવી દિવસ આવી રીતે આયોજન કરે છે. જેમાં વર્ષોથી સળગતી હિંડોળીના રાસે ભાવિકોમાં અનોખું આકર્ષણનું કેન્દ્ર જમાવતું આયોજન આ મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ રાસની વિશેષતા જાણે એમ છે કે એમાં માત્ર છ બાળકો પોતાના માથે સળગતી ઈંઢોણી મૂકીને ગરબે ઘૂમતી નજરે પડે છે. વિશેષમાં તો એકે આ સળગતીના રાસ દરમિયાન કોઈ દુર્ઘટના ન બને એ માટે પણ આયોજન દ્વારા પૂરતી તકેદારીઓ પણ રાખવામાં આવે છે અને હાલ તો આ ભવ્ય વારસાની ઝાંખી કરાવતા ગરબા ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત બન્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*