ખતરનાક કોબ્રા સાપ અઢી ફૂટ લાંબા સાપને જીવતો ગળી ગયો પછી બન્યું કંઈક એવું કે…આવો વિડીયો પહેલા ક્યારેય નહીં જોયો હોય…

Published on: 6:26 pm, Sat, 24 September 22

તમે સોશિયલ મીડિયામાં સાપના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. હાલમાં સોશિયલ મીડિયામાં સાપનો એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે તમે ક્યારેય નહીં જોયો હોય. મિત્રો આ વિડીયો એક ખતરનાક કોબ્રા સાપનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, પાંચ ફૂટ લાંબા ખતરનાક કોબ્રા સાપના મોઢામાંથી 2.5 ફૂટ લાંબો સાપ નીકળતો જોવા મળી રહ્યો છે.

આ દ્રશ્યો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા હતા. મોઢામાંથી બહાર નીકળેલા સાપનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલા સાપને સળગાવી દેવામાં આવ્યો હતો અને ખતરનાક કોબ્રા સાપને પકડીને જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના નર્મદાપુરમમાં બની હતી. આ વિડીયો ગુરૂવાર રાતનો છે. કોબ્રા સાપનું રેસ્ક્યુ કરવા માટે 10 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ઈટારસી નજીક દુદુગાંવમાં મહેતા વિનય તિવારી નામના વ્યક્તિના ઘરમાં અનાજની બોરીઓમાં એક ખતરનાક કોબ્રા સાપ છુપાયેલો હતો. જ્યારે પરિવારના લોકોની નજર સાપ ઉપર ગઈ ત્યારે તે લોકો ખૂબ જ ડરી ગયા અને તેમને આ ઘટનાની જાણ સર્પમિત્રોને કરી દીધી હતી.

રેસ્ક્યુ ટીમે 10 મિનિટમાં કોબ્રા સાપને પકડી લીધો હતો. પરંતુ કોબ્રા સાપ હલનચલન કરતો ન હતો અને તેનો વજન પણ ખૂબ જ વધારે હતો. ત્યારબાદ કોબ્રા સાપ પોતાના મોઢામાંથી 2.5 સાપ બહાર કાઢ્યો હતો. આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા તમામ લોકો ચોકી ગયા હતા.

એક વ્યક્તિએ આ ઘટનાનો વિડીયો બનાવ્યો હતો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કોબ્રા સાપના મોઢામાંથી નીકળેલો સાપ મૃત્યુ પામ્યો હતો. ત્યારબાદ રેસ્ક્યુ ટીમે કોબ્રા સાહેબને પકડીને જંગલમાં છોડી દીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખતરનાક કોબ્રા સાપ અઢી ફૂટ લાંબા સાપને જીવતો ગળી ગયો પછી બન્યું કંઈક એવું કે…આવો વિડીયો પહેલા ક્યારેય નહીં જોયો હોય…"

Leave a comment

Your email address will not be published.


*