મિત્રો સુરતમાં બનેલી એક જીવ ટુંકાવાની ઘટના સામે આવી છે. નવરાત્રીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે સુરતના કતારગામ સ્થિત વેર રોડ વિસ્તારમાં આવેલા બેચરાજી મંદિરના મહંતે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા આજે ચારેય બાજુ ખળભળાટ મચી ગયો છે.
છેલ્લા 25 વર્ષથી મંદિરમાં સેવા પૂજા કરતા શંભુનાથ નામના મહારાજે રાત્રે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મૂળ નેપાળના શંભુ મહારાજ છેલ્લા 25 વર્ષથી સુરત શહેરના કતારગામ સ્થિત વેર રોડ વિસ્તારમાં આવેલા શ્રી નાના બેચરાજી મંદિરમાં સેવા પૂજા કરતા હતા.
તેઓ મંદિરમાં રહીને જ માતાજીની પૂજા અર્ચના કરતા હતા. ત્યારે નવરાત્રી પહેલા જ શંભુ મહારાજે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર શંભુ મહારાજ માતાજીના મંદિર પરીસમાં જ ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી.
મહંત શંભુ મહારાજના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં તપાસ હાથ ધરી છે. મંદિરમાં નિયમિતપણે આવતા ગીતાબેન નામના ભાવિકે જણાવ્યું કે, શંભુ મહારાજ પ્રણામી ધર્મના સ્નાકત હતા.
તેઓ ખૂબ જ સેવા પૂજા કરતા હતા. છેલ્લા 25 વર્ષથી તે અહીં સેવા પૂજા કરે છે. કાંઈક અજાગતું થયું હશે તેવું લાગી રહ્યું છે. મહંત શંભુ મહારાજે કયા કારણોસર આ પગલું ભર્યું તેનો હજુ કોઈ પણ ખુલાસો થયો નથી.
મળતી માહિતી અનુસાર અહીં આવતા લોકો મહંત શંભુ મહારાજના સ્વભાવથી ખૂબ જ ખુશ હતા. આ પગલું તેમણે જાતે ભર્યું હોય તેવું ભક્તોને લાગતું નથી. સેવા સિવાય બીજી તે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ પણ કરતા ન હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment