માતાએ દોઢ વર્ષની દીકરીને મૂકીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, સાવ નાની એવી બાબતમાં મહિલાએ આ પગલું ભર્યું…દોઢ વર્ષની દીકરી માં વગરની થઈ ગઈ…

Published on: 1:05 pm, Fri, 23 September 22

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં ઘણા લોકો નાની એવી વાતમાં પોતાનો જીવ ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનું ટૂંકાવ્યું છે.

મહિલાએ પોતાના દોઢ વર્ષની દીકરીને પતિ સાથે બહાર મોકલી આપ્યું. ત્યારબાદ મહિલાએ ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું. મહિલાનો પતિ જ્યારે ઘરે પરત ફર્યો ત્યારે તેને રૂમનો દરવાજો બંધ જોયો હતો. તેથી તેને પોતાના ભાઈની સાથે મળીને રૂમનો દરવાજો તોડ્યો.

ત્યારે રૂમની અંદરથી પોતાની પત્નીનું મૃતદેહ લટકતી હાલતમાં તેને જોયું હતું. આ ઘટના ગુરૂવારના રોજ રાત્રિના સમયે ઇન્દોરમાં બની હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને રૂમની તપાસ શરૂ કરી દીધી હતી અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મૃત્યુ પામેલી મહિલાનું નામ સુનિતા હતું અને તેની ઉંમર માત્ર 25 વર્ષની જ હતી. મળતી માહિતી અનુસાર સુનીતાએ સાંજના 4.30 થી 5.30 વાગ્યાની આસપાસ આ પગલું ભર્યું હતું. પરંતુ આ ઘટનાની જાણ પોલીસને મોડી રાત્રે થઈ હતી.

ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને ઘટના સ્થળેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી. મહિલાના પતિ જીતેન્દ્રની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, મારી પત્ની સુનીતાને મારો મોબાઈલ જોતો હતો.

ત્યારે મેં મોબાઈલ આપવાની ના પાડી હતી. જેના કારણે સુનિતા ખૂબ જ ગુસ્સામાં આવી ગઈ હતી અને તે રૂમની બહાર વઈ ગઈ હતી. જ્યારે હું બહાર જઈ રહ્યો હતો. ત્યારે સુનીતાએ મને કહ્યું હતું કે દીકરીને સાથે લઈ જજો. તેથી જીતેન્દ્ર પોતાની દીકરીને લઈને નીચે આવ્યો હતો. ત્યાર પછી સુનિતાએ આ પગલું ભર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતાએ દોઢ વર્ષની દીકરીને મૂકીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, સાવ નાની એવી બાબતમાં મહિલાએ આ પગલું ભર્યું…દોઢ વર્ષની દીકરી માં વગરની થઈ ગઈ…"

Leave a comment

Your email address will not be published.


*