હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમે પણ ચોકી ઉઠશો. હકીકતમાં આ ઘટનામાં લોકઅપમાં બંધ એક વ્યક્તિનું અચાનક જ મૃત્યુ છે. આ ઘટના બનતા આજે ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ સમગ્ર ઘટના લોકપઅની અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
મળતી માહિતી અનુસાર પોલીસે કોઈ ગુનામાં પ્રમોદ નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી અને તેને લોકઅપની અંદર બંધ કરી દીધો હતો. ત્યારે લોકપઅની અંદર જ અચાનક તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની જાણ પ્રમોદના પરિવારજનોને થતા પરિવારના લોકો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા.
આ ઉપરાંત મોટી સંખ્યામાં પ્રમોદના ગામના લોકો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પ્રમોદના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે, પોલીસે લોકઅપની અંદર પ્રમોદની ખૂબ જ ધુલાઈ કરી હતી જેના કારણે તેનું મૃત્યુ થયું છે. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બે વ્યક્તિઓ લોકઅપની અંદર બેઠેલા દેખાઈ રહ્યા છે. ત્યારે અચાનક જ એક યુવક જમીન પર ઢળી પડે છે. ત્યારબાદ તપાસ કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે આ યુવકનું તો મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટના શુક્રવારના રોજ રાત્રિના સમયે બની હતી.
પરંતુ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે સમગ્ર ઘટનાને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકપઅની અંદર હાર્ટ એટેક આવવાના કારણે પ્રમોદનું મૃત્યુ નીપજ્યું છે.
પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં બંધ યુવકનું બેઠા બેઠા થયું મૃત્યુ…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો pic.twitter.com/xPKDeJb5cp
— GUJJU ROCKZ (@gujju_rockz) September 21, 2022
આ સમગ્ર ઘટના બન્યા બાદ પ્રમોદના પરિવારના લોકો અને તેના ગામના લોકો પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસનો વિરોધ કરી રહ્યા છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને ચારેય બાજુ ચર્ચાઓ ચાલી રહી છે અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment