ગુજરાતમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. યુવકના મૃત્યુ બાદ તેના ભાઈએ ઘરની તપાસ કરી તો ઘરમાંથી બે પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી.
જેમાં મૃત્યુ પામેલા યુવકે પોતાની પત્ની સહિતના સાસરિયાઓને, સંબંધીઓને અંતિમ શબ્દો લખ્યા હતા. જેમાં તેને ઉલ્લેખ કર્યો હતો કે સાસરીયાઓના ત્રાસથી તેનું ઘર સરખું ચાલતું ન હતું. હાલમાં આ સમગ્ર મામલાને લઈને પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ધીરજભાઈ પરમાર નામના વ્યક્તિ ચાંદખેડામાં પોતાના પરિવાર સાથે રહેતા હતા અને તેઓ એક લેબમાં કલેક્શન બોય તરીકે નોકરી કરતા હતા.
તેમનો એક ભાઈ હતો જેનું નામ અશોક પરમાર હતું. અશોક ના લગ્ન 2008 માં ભરતી નામની એક યુવતી સાથે થયા હતા. લગ્ન થઈ ગયા બાદ અશોક પોતાની પત્ની સાથે સાબરમતી ખાતે રહેવા ચાલ્યો ગયો હતો અને તે પણ લેબમાં કલેક્શન બોય તરીકે નોકરી કરતો હતો. લગ્ન બાદ ઘણી વખત અશોક અને તેની પત્ની વચ્ચે નાની-નાની બાબતમાં ખૂબ જ મોટો ઝઘડો થઈ જતો હતો.
છેલ્લા દોઢ મહિનાથી અશોકની પત્ની રિસાઈને પિયરમાં જતી રહી હતી. જેના કારણે અશોક તેના ભાઈ ધીરજના ઘરે જમવા જતો હતો. મળતી માહિતી અનુસાર લગભગ ચાર દિવસ પહેલા એટલે કે 16 તારીખ અને રોજ અશોક ઘરેથી જમીને નીકળ્યો ત્યારબાદ તે ઘરે પાછો જ ન આવ્યો. ત્યારે ધીરજ પોતાની પત્નીને પૂછે છે કે અશોક ક્યાં છે, ત્યારે તેની પત્ની જણાવે છે કે અશોક વિઝીટ માં ગયો છે.
તેથી ધીરજ પોતાના ભાઈ અશોકને ફોન કરે છે પરંતુ કોઈ ફોન ઉપાડતો નથી. ત્યારે ધીરજ અશોકના ઘરે તપાસ કરવા માટે જાય છે. ત્યારે ત્યાં અશોકનું મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવે છે. ધીરજ રૂમની તપાસ કરી તો ઘરમાંથી બે પાનાની અશોકે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં અશોક એ લખ્યું હતું કે, ધનોરા ગામના તમામને મારું કહેવાનું છે કે આમાં મારા પરિવારનો કોઈ દોષ નથી.
આમાં મારા સાસરી પક્ષનો વાંક છે. એમને એમની દીકરીને સમજાવી નથી, અંતે કોઈ તેને સમજણ આપી હોત તો મારે આવું કરવાની જરૂર ન પડે. મારી બધી અધૂરી ઈચ્છાઓ પૂરી કરજો. મારી પત્ની અને મારા સાસરિયાઓના લીધે હું આ પગલું ભરી રહ્યો છું. આમાં મારા ઘરના લોકોનો કોઈ દોષ નથી. ગુડ બાય ભારતી. મારા મા બાપનો કે મારા ભાઈનો કોઈ વાંક નથી આ બધો તારો અને તારા ઘરનાનો વાંક છે.
આ ઉપરાંત અશોક કે ઘણું બધું સુસાઇડ નોટમાં લખ્યું હતું. અશોકના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. અશોકના મૃત્યુ બાદ તેના ભાઈ ધીરજ અશોકની પત્ની ભારતી, સાળો મહેશ, સાળી ભાનુબેન અને સાળાની પત્ની નંદુબેન સોલંકી તથા અરજણ સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment