‘આપ’ નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર.

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી એક મહત્વપૂર્ણ વિડિયોના માધ્યમથી માહિતી આપતા જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલજીની દ્વારકામાં સભા થયા બાદ ગુજરાતમાં જે પ્રતિસાદ મળી રહ્યો છે તેનાથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બોખલાઈ ગયા છે. ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ અને ગાળો આપી રહ્યા છે.

મારે આ બધાને કહેવું છે કે, જો 27 વર્ષમાં ભાજપના નેતાઓએ કશું કર્યું હોત, બેરોજગારી ના પ્રશ્નનો ઉકેલ કર્યો હોત, આરોગ્યના પ્રશ્નોનો ઉકેલ કર્યો હોત, શિક્ષણના પ્રશ્નોનો ઉકેલ કર્યો હોત, રસ્તાના પ્રશ્નોનો ઉકેલ કર્યો હોત, કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ કર્યો હોત તો અરવિંદ કેજરીવાલને ગાળો આપવાની જરૂર ન પડી હોત.

ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે ભાજપના લોકો ઉપર લખેલું એક પણ કામ કર્યું હોત તો આજે અમને આમ આદમી પાર્ટી માટે ગાળો બોલવાની જરૂર ન પડી હોત. તેઓ તેમના કામના ઉપરથી વોટ માગી શકતા હોત. પણ તમે ગામ તો કર્યું જ નથી એટલા માટે ભાજપના નેતાઓ બોખલા ગયા છે..

ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ જઈએ 2020 ની ચૂંટણીમાં એવું કહ્યું હતું કે, મેં કામ કર્યું છે એટલે મને મત આપો. ભાજપના એક પણ નેતામાં એવી તાકાત હોય તો તેઓ કહીને બતાવે કે અમે કામ કર્યું છે એટલા જ અમને વોટ આપો.

ઈશુદાન ગઢવીએ વધુમાં વાત કરતા જણાવ્યું કે આમ આદમી પાર્ટી વાળા રાજનીતિ બદલી રહ્યા છે. ભાજપના લોકો બસ એટલું જ કહી છે કે તમે જે રીતે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજી ઉપર પ્રહારો કરી રહ્યા છો તેનો જવાબ ગુજરાતની જનતા તમને આપશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*