ગણેશ વિસર્જનના દિવસે પગ લપસતા યુવક તળાવમાં ડૂબી ગયો, ગામના લોકોની નજર સામે યુવકનું મૃત્યુ…બે બાળકો પિતા વગરના થઈ ગયા…

Published on: 10:12 am, Mon, 5 September 22

હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગણેશ વિસર્જનના દિવસે પાણીમાં ડૂબી જવાના કારણે એક 23 વર્ષના યુવકનું મૃત્યુ નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મહેસાણાના પાંચોટના તળાવમાં રવિવારના રોજ બપોરના સમયે બની હતી. રવિવારના રોજ બપોરના સમયે ગણેશ વિસર્જન દરમિયાન પાંચોટનો 23 વર્ષીય યુવકનો પગ લપસી જતા તે પાણીમાં ડૂબી ગયો હતો.

આ ઘટના બન્યા બાદ સ્થાનિક તરવૈયાઓ એ પાણીમાં તેની શોધખોળ શરૂ કરી દીધી હતી. ઘટનાની માહિતી મળતા મહેસાણા ફાયર વિભાગની ટીમ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ મહેસાણા ફાયર વિભાગની ટીમે પાણીમાં ડૂબી ગયેલા યુવકની શોધખો શરૂ કરી હતી.

થોડાક સમય બાદ યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મહેસાણા ની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું.

દીકરાના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ વિજયજી રમેશજી ઠાકોર હતું.વિજયના મૃત્યુના કારણે બે નાના નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પિતાની અંતિમયાત્રામાં દીકરાઓનું મોઢું જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા.

આ સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલા યુવકના પિતાએ તાલુકા પોલીસને જાણ કરીને આ સમગ્ર ઘટનાને લઈને નોંધ કરાઈ હતી. સમગ્ર ઘટનાને લઈને ગામના લોકોનું કહેવું છે કે આ તળાવ ખૂબ જ ઊંડું છે અને તળાવમાં વરસાદી પાણી ભરાયું હતું. જ્યારે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું.

ત્યારે યુવકનો પગ લપસ્યો હતો અને તે તળાવમાં ડૂબી ગયો હતો. મિત્રો ગણેશ વિસર્જનના દિવસે નદી કે તળાવમાં ઉતરતા પહેલા ખાસ ધ્યાન રાખવું કારણકે આપણી એક નાનકડી ભૂલ આપણા જીવને જોખમમાં નાખી શકે છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગણેશ વિસર્જનના દિવસે પગ લપસતા યુવક તળાવમાં ડૂબી ગયો, ગામના લોકોની નજર સામે યુવકનું મૃત્યુ…બે બાળકો પિતા વગરના થઈ ગયા…"

Leave a comment

Your email address will not be published.


*