હાલમાં બનેલી એક ચોકાવનારી અને રુવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર જન્મદિવસના દિવસે માતાએ પૈસા ન આપતા 17 વર્ષના દીકરાએ પોતાની બકરી વેચી દીધી. આ વાતને લઈને માતા અને દીકરા વચ્ચે ઝઘડો થઈ ગયો. ઝઘડામાં માતાએ પોતાના દીકરાને એક થપ્પડ લગાવી હતી. આ વાતથી દીકરો આટલો નારાજ થઈ ગયો કે તેને હથોડી વડે પોતાની માતાનો જીવ લઈ લીધો.
આટલું જ નહીં પરંતુ માતાનો જીવ લીધા બાદ મૃતદેહ ને બોક્સમાં સંતાડી દીધું. આ ઘટના ગુરુવારના રોજ રાત્રે ઝાલાવાડ જિલ્લાના સુનેલ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી દીકરો ધોરણ 12 માં અભ્યાસ કરે છે. એક સપ્ટેમ્બરના રોજ તેનો જન્મદિવસ હતો અને તે પોતાનો જન્મદિવસ યાદગાર બનાવવા ઈચ્છતો હતો. તેથી તેને પોતાની માતા પાસે જન્મદિવસ ઉજવવા માટેના પૈસા માગ્યા હતા.
ત્યારે માતાએ પૈસા આપવાની ના પાડી હતી. જેના કારણે દીકરો ખૂબ જ ગુસ્સામાં ભરાયો અને તે ખેતરે ગયો. ત્યારબાદ કોઈને ખબર ન પડે તેમ ખેતરમાંથી એક બકરી 5000 રૂપિયામાં વેચી દીધી અને ત્યારબાદ તે પોતાના મિત્રો સાથે જન્મદિવસની પાર્ટી કરવા માટે ચાલ્યો ગયો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી દીકરો ધોરણ 12 માં અભ્યાસ કરે છે.
એક સપ્ટેમ્બરના રોજ તેનો જન્મદિવસ હતો અને તે પોતાનો જન્મદિવસ યાદગાર બનાવવા ઈચ્છતો હતો. તેથી તેને પોતાની માતા પાસે જન્મદિવસ ઉજવવા માટેના પૈસા માગ્યા હતા. ત્યારે માતાએ પૈસા આપવાની ના પાડી હતી. જેના કારણે દીકરો ખૂબ જ ગુસ્સામાં ભરાયો હતો. જ્યારે માતા ખેતરે જાય ત્યારે દીકરાએ પાછળથી 5000 રૂપિયામાં બકરી વેચી દીધી અને પોતાના મિત્રો સાથે જન્મદિવસની પાર્ટી કરવા માટે ચાલ્યો ગયો.
સાંજના સમયે જ્યારે માતા ઘરે પરત ફરી ત્યારે માતાએ ઘરે બકરી ન જોઈ. ત્યારે દીકરાને પૂછ્યું કે બકરી ક્યાં છે. ત્યારે દીકરાએ કહ્યું કે 5000 રૂપિયામાં વેચી દીધી છે. માતાએ પૈસા માગે તો દીકરાએ કહ્યું કે તે પૈસા પાર્ટીમાં ખર્ચાઈ ગયા. આ વાતને લઈને માતા અને દીકરા વચ્ચે ઝઘડો થઈ ગયો. માતાએ પોતાના દીકરાને એક થપ્પડ લગાવી દીધી. ત્યારે ગુસ્સે ભરાયેલા દીકરાએ ઘરમાં રાખેલી હથોડીથી માતાનો જીવ લઈ લીધો.
ત્યારબાદ દીકરાને એક બોક્સની અંદર માતાના મૃતદેહને નાખીને બોક્સ સંતાડી દીધી. લગભગ 6.45 વાગ્યાની આસપાસ પિતા ઘરે આવ્યા ત્યારે તેને પત્નીને ઘરમાં ન જોઈએ અને ઘરમાંથી બકરી પણ ગાયબ હતી. દીકરાને પૂછ્યું કે તારી માતા ક્યાં છે. ત્યારે દીકરાએ પિતાને જવાબ આપ્યો કે માતા બકરી લઈને મામાના ઘરે ગઈ છે.
ખાતરી કરવા માટે પિતાએ સાસરિયાને ફોન કર્યો પરંતુ ખબર પડી કે અહીં તો કોઈ આવ્યું નથી. ત્યારબાદ પતિને શંકા ગઈ તેથી તેને ઘરની શોધખોળ શરૂ કરી આ દરમિયાન ઘરના એક બોક્સમાંથી તેની પત્નીનું મૃતદેહ મળી આવ્યું હતું. ત્યારબાદ પિતાએ પુત્રને કડક શબ્દોમાં પૂછ્યું ત્યારે પુત્ર એ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુરુવારના રોજ રાત્રે પુત્રની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment