હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોધમાં ડૂબી જવાના કારણે છ લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. આ લોકોનો છેલ્લો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટના છત્તીસગઢના રામદહા ધોધમાં બની હતી. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ પેટનીક માટે જવાનો પ્લાન બનાવ્યો હતો. તેથી રવિવારના રોજ બપોરે લગભગ 11:00 વાગ્યાની આસપાસ 14 જેટલા લોકો બે ગાડી લઈને પિકનિક માટે જવા માટે નીકળ્યા હતા.
આ લોકોનો પ્લાન હતો કે થોડીક વાર ધોધમાં નાઈશું અને ત્યારબાદ પાણીમાં નાહવાની મજા લઈશું. સાંજના સમયે ઘરે પરત ફરીશું. પરંતુ રસ્તામાં અચાનક તેમનો પ્લાન્ટ બદલાઈ ગયો. તે તમામ લોકો છત્તીસગઢના કોરબા જિલ્લાનો રામદહા વોટરફોલ જોવા માટે ગયા. તેઓ લગભગ 12:30 વાગ્યાની આસપાસ ત્યાં પહોંચ્યા.
અહીં ધોધ ખૂબ જ સુંદર હતો. મળતી માહિતી અનુસાર બપોરે 1:00 વાગ્યાની આસપાસ શ્વેતા અને સુખેલા સેલ્ફી લેવા અને નાહવા માટે ધોધ પર ગયા હતા. આ દરમિયાન તેઓ ઊંડા પાણીમાં ડૂબા લાગ્યા હતા. તેથી તેને બચાવવા માટે અભય, ઋષભ અને રત્નેશે પાણીમાં ડૂબકી મારે છે. આ દરમિયાન આ ત્રણેય પણ પાણીમાં ડૂબા લાગે છે. જેથી તેમને બચાવવા માટે હિમાંશુ, શ્રદ્ધા, હરીશ અને અન્ય લોકો પાણીમાં ઉતર્યા હતા. તેમને બચાવવામાં તે લોકો પણ પાણીમાં ડૂબવા લાગ્યા હતા.
આ ઘટનામાં ગમે તેમ કરીને સુલેખા અને હરીશ પાણીમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયા. બાકીના લોકો પાણીમાં ડૂબી ગયા. આ ઘટના બનતા સુલેખા ખૂબ જ નર્વસ થઈ ગઈ અને હરીશ તો બેભાન થઈ ગયો હતો. થોડીક વાર બાદ પાણીમાંથી રત્નેશે નામના યુવકને બહાર કાઢવામાં આવ્યો. પરંતુ તે કોઈ પણ પ્રકારનું હલનચલન કરતો ન હતો. અહીં મોબાઈલ નેટવર્ક પણ ન હતું તેથી આ ઘટનાની માહિતી કોઈને આપી શકાય નહીં.
થોડીક દૂર જઈને કેટલાક લોકોએ મોબાઈલ કનેક્ટ કરવાનો પ્રયાસ કર્યો અને મોબાઈલ કનેક્ટ થતા જ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થયા બાદ લગભગ એક કલાક બાદ પોલીસ કર્મચારીઓ, NDRF અને SDERFની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ લોકોએ બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. એક પછી એક લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર બચાવ ટીમને રવિવાર સાંજ સુધીમાં બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. રાત પડતા જ શોધખોળની કામગીરી બંધ કરી દીધી હતી અને બીજા દિવસે એટલે કે સોમવારના રોજ સવારે વધુ ત્રણ લોકોના મૃતદે મળી આવ્યા હતા. આ ઘટનામાં હિમાંશુ, શ્રદ્ધા, ઋષભ, શ્વેતા, રત્નેશે અને અભયે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાની બનતા જે ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો.
આ ઘટનામાં 18 વર્ષીય હિમાંશુ, 26 વર્ષીય રત્નેશે, 14 વર્ષીય શ્રદ્ધા, 24 વર્ષીય ઋષભ, 22 વર્ષીય શ્વેતા અને 22 વર્ષીય અભયનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનો તથા પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. આ ઘટના બની આ બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટનાને લઈને પોતાનો દુઃખ વ્યક્ત કર્યું હતું. મૃતકોના પરિવારજનોને તેમને ચાર ચાર લાખ રૂપિયાની વળતર આપવાની જાહેરાત કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment