મિત્રો સોશિયલ મીડિયામાં તમે દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણા વીડિયો જોઈને તમે ખડખડા હસી પડ્યા હશો અથવા તો ઘણા વીડિયો જોઈને તમે ચોકી ગયા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમારા આપણને રુવાટા ઉભા થઈ જશે.
મિત્રો આપણને બધાને ખબર છે કે ગુસ્સો એક ખૂબ જ ખતરનાક વસ્તુ છે. ઘણી વખત આપણો ગુસ્સો આપણા પર જ ભારે પડતો હોય છે. મિત્રો ગુસ્સામાં આપણે શું કરીએ છીએ તે આપણને પણ ખબર રહેતી નથી. તમે ઘણી એવી ઘટનાઓ પણ સાંભળી હશે.
જેમાં ગુસ્સાના કારણે સંબંધો અને ઘણા કામ બગડી જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. ઘટનાના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ ઘરની બાલકનીમાં ઉભેલો દેખાઈ રહ્યો છે. આ વ્યક્તિ નીચે ઉભેલા કોઈ વ્યક્તિ સાથે ઝઘડો કરી રહ્યો છે.
આ દરમિયાન આ વ્યક્તિનો ગુસ્સો એટલો વધી ગયો કે તે પોતાની રૂમમાં જાય છે અને કેટલીક વસ્તુઓ લાવીને નીચે ફેંકવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન તે પોતાનું સંતુલન ગુમાવી બેસે છે. જેના પગલે આ વ્યક્તિ ઊંધા માથે બાલ્કની માંથી નીચે પડે છે. ત્યારબાદ આ ઘટનાનો વિડીયો પૂરો થઈ જાય છે.
પછી આ વ્યક્તિ સાથે શું થયું તેની કોઈપણ જાણકારી મળી નથી. પરંતુ વીડિયો જોઈને એક વાતની ખબર પડી ગઈ કે આપણો ગુસ્સો આપણા ઉપર જ ભારે પડે છે. આ ઉપરાંત આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ વીડિયોની અમારી વેબસાઈટ ગુજ્જુરોક્સ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.
— The Darwin Awards (@AwardsDarwin_) August 20, 2022
આ વિડીયો ટ્વીટર પર The Darwin Awards નામના આઈડીમાં શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 85 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો તો વિડિયો જોઈને ખડખડાટ હસી પડ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment