લીમડી તાલુકાના ચોકી ગામના ઉપસરપંચ અને સરપંચ સાથે તેમના સેંકડો સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ મીડિયા સમક્ષ મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીથી આજે ગુજરાતના લોકોને ઘણી બધી આશા છે. અરવિંદ કેજવાળ ગુજરાત પ્રવાસે આવ્યા છે અને ગુજરાતની વિભિન્ન ક્ષેત્રમાં ગેરંટી ની ભેટ આપી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં બદલાવને એક નવી ઉમેદ ઉજાગર થઈ રહ્યા છે.

અરવિંદ કેજરીવાલે ગુજરાતની સમૃદ્ધિ માટે લગાતાર ગુજરાતને વીજળી અને રોજગાર અને વેપારી અને આદિવાસી સમાજને ગેરંટી આપી ચૂક્યા છે.ગુજરાતને બીજા ઘણા બધા ક્ષેત્રોમાં ગેરંટી ની ભેટ આપશે અને અરવિંદ કેજરીવાલે જન સેવા કરવાની આ જ વિચારધારા તેમને દેશના બીજા દરેક નેતાથી અલગ બનાવે છે. ગુજરાતના લોકો પણ હવે તેમના વિચારધારાથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે

અને આપને જણાવી દઈએ કે પૂર્વ ભાજપ પ્રમુખ તથા નાળોદર રાજકોટ સમાજના આગેવાન જયેશભાઈ ચાવડા અને દાનાભાઈ રાજપરા અને અર્જુનભાઈ ભુપતભાઈ અને પોતાના સેકડો સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ ઉપર ઉલ્લેખિત તમામ મહાનુભાવો નું આમ આદમી પાર્ટીની ટોપી પહેરાવીને અને ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

કોઈ ભારતીય અમીર હોય કે ગરીબ હોય પણ આમ આદમી પાર્ટીનું બસ એક જ લક્ષ્ય છે કે ભારતના નાગરિક ખુશ રહેવા જોઈએ તેવું ઈશુદાન ગઢવી એ જણાવ્યું હતું.ઈશુદાન ગઢવી એ કહ્યું કે ગુજરાતના લોકો ભાજપના 27 વર્ષના શાસન થી થાકી ગયા છે. અત્યાર સુધી તેમની પાસે કોઈ વિકલ્પ નહોતો પરંતુ હવે કેજીવન દ્વારા બનાવેલા ઈમાનદાર આદમી પાર્ટી ગુજરાતની જનતા માટે એકમાત્ર વિકલ્પ છે અને માનવી પાર્ટી લોકોના કલ્યાણના કામ કરશે અને આખું ગુજરાત નહીં પરંતુ આખા દેશને જોતા રહી જશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*