મંદિરની બહાર ફોટા પડાવી રહેલા એક એક દિવસ સાથે થયું એવું કે… યુવકનું કારણ મૃત્યુ – જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

Published on: 4:48 pm, Wed, 10 August 22

હાલમાં બનેલી કાળજુ કંપાવી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર અક્ષય પાત્ર મંદિરની બહાર ફોટોગ્રાફ કરતી વખતે એક યુવક સાથે કંઈક એવું બન્યું કે યુવકનું મૃત્યુ થયું છે. બળદેવ માહિતી અનુસાર એક યુવક તેના મિત્ર સાથે મંદિરે દર્શન કરવા માટે ગયો હતો.

દર્શન કરીને પરત ફરતી વખતે, યુવક મંદિરની બહાર પથ્થરના બોર્ડ પાસે ફોટા પડાવી રહ્યો હતો. આ દરમિયાન પથ્થરનું બોર્ડ અચાનક યુવકના માથા ઉપર પડ્યું હતું. જેના કારણે યુવકનું મૃત્યુ નીપજ્યું છે. આ ગંભીર ઘટના સોમવારના રોજ બપોરે 12:00 વાગ્યાની આસપાસ જયપુરના જગતપુરમાં બની હતી.

આ સમગ્ર ઘટનાનો વિડીયો મંગળવારના રોજ સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 32 વર્ષીય દેવવ્રત શુક્લા નામના યુવકનું મૃત્યુ થયું છે. તે બાંડીકુઈનો રહેવાસી હતો. સમગ્ર ઘટનાને લઈને દેવવ્રતના મિત્રએ જણાવ્યું કે, શનિવારે તે પીએફના પૈસા ઉપાડવા જયપુર આવ્યો હતો.

પીએફ ઓફીસ બંધ હોવાના કારણે તે જયપુરમાં મિત્રના ફ્લેટ પર રોકાયો હતો. સોમવારના રોજ દેવવ્રત પ્લોટ જોવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન રસ્તામાં આવતા અક્ષયપાત્ર મંદિરે દર્શન કરવા જવાનું દેવવ્રત જણાવ્યું હતું. અમે બંને મિત્રો દર્શન કરવા માટે ગયા હતા દર્શન કરીને બહાર આવીને સેલ્ફી લેવા માટે રોકાયા હતા.

ત્યારે મંદિરની બહાર સ્ટેન્ડ બોર્ડના થાંભલા પાસે ઉભો રહીને દેવવ્રત ફોટા પાડી રહ્યો હતો. આ દરમિયાન અચાનક થાંભલો લપસીને દેવવ્રતના માથા સાથે અથડાઈને નીચે પડે છે. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક દેવવ્રતને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

દેવવ્રતના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દેવવ્રતના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેને ચાર વર્ષની દીકરી અને ચાર મહિનાનો દીકરો છે. દેવવ્રતના મૃત્યુના કારણે છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો