હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવે છે. આ ઘટનામાં તળાવમાં ડૂબી જવાના કારણે બે સગી બહેનોના મૃત્યુ થયા છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. બંને બહેનો તેની માતાની અને દાદીની સાથે શિવલિંગનું વિસર્જન કરવા માટે ગઈ હતી. આ દરમિયાન અચાનક પગ લપસવાના કારણે બંને બહેનો તળાવના પાણીમાં ડૂબી ગઈ હતી.
આ ઘટના બનતા જ માતા અને દાદીએ બંને દીકરીઓને બચાવવા માટે બુમાભૂમ કરી. સ્થાનિક ગામના લોકો ઘટના સ્થળે પહોંચે તે પહેલા તો બંને બહેનો પાણીમાં ડૂબી ગઈ હતી. ત્યારબાદ સ્થાનિક લોકોએ ભેગા મળીને બંને બહેનોને તળાવમાંથી બહાર કાઢી હતી. પરંતુ બંને બહેનોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા.
આ દુઃખદ એક ઘટના પાટણ પોલીસ સ્ટેશનના ઉદના ગામમાં બની હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. એક જ સાથે બે દીકરીઓના મૃત્યુ થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, ઘરમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી.
17 વર્ષીય નેહા અને 15 વર્ષીય નિધિ તેમની માતા અને દાદી સાથે ગામની બહાર આવેલા તળાવ જેવા ખાડામાં શિવલિંગનું વિસર્જન કરવા માટે ગયા હતા. શિવલિંગનું વિસર્જન કરતી વખતે અચાનક નેહા અને નિધિનો પગ લપસી ગયો હતો.
ના કારણે બંને બહેનો ઊંડા ખાડામાં પડી ગઈ હતી. નેહા અને નિધિને ડૂબતા જોઈને માતા અને દાદીએ બૂમાબૂબ કરી હતી. જેના કારણે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને બહેનોને પાણીમાંથી બહાર કાઢી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો બંને બહેનોને કરુણ મૃત્યુ નીપજ્યા હતા.
સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ગામની આસપાસ જમીનમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવ્યું છે. જેના કારણે ઘણી જગ્યાએ ખૂબ જ ઊંડા ખાડાઓ પડી ગયા હતા. ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીઓના કારણે આ ખાડાઓ ભરાઈ જાય છે. આજે આ ગેરકાનૂની ખાડાઓના કારણે બે બહેનોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment