માતા અને પિતાની નજર સામે અકસ્માતમાં 11 વર્ષના એકના એક દીકરાનું કરુણ મૃત્યુ – પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું…

Published on: 11:21 am, Wed, 10 August 22

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા-થાનગઢ રોડ ઉપર બાઈક અને કાર વચ્ચે ટ્રેક્ટર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બાઈક પર જઈ રહેલો એક બાળક અને તેના માતા પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

આ ઘટનામાં બાઈક ચાલક વ્યક્તિનો પગ શરીરથી અલગ થઈ ગયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે ચોટીલા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 11 વર્ષના બાળકને સારવાર મળે તે પહેલા તો માતા-પિતાની નજર સામે માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. પરિવારના એકના એક દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આ ઘટનાની જાણ થતા ચોટીલા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી આશરે ચાર કિલોમીટર દૂર થાનગઢ તરફ બાઈક અને સ્કોર્પિયો કાર વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે જતી સ્કોર્પિયો કારે બાઈકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર તમામ લોકો ફંગોળાઈ ગયા હતા. આ ઘટનામાં બાઈક ચાલક મુકેશભાઈ પ્રેમજીભાઈ ચાવડાનો પગ બાઇકમાં ફસાઈ જવાના કારણે તેમનો પગ શરીરથી અલગ થઈ ગયો હતો.

આ ઘટનામાં મુકેશભાઈ ના પત્ની અને તેમના બાળકને પણ ગંભીર ઈજા પહોંચી હતી. ખૂબ જ ગંભીર ઇજા પહોંચવાના કારણે તેમના 11 વર્ષના દીકરાનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઇજાગ્રસ્ત થયેલા મુકેશભાઈ અને તેમની પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ પરિવારના લોકો હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં દીકરાનું એડમિશન લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે મુકેશભાઈ ના પરિવારને રસ્તામાં અકસ્માત નડ્યો હતો.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં 11 વર્ષીય રીચીત નામના બાળકનું મૃત્યુ નીપજ્યું છે. એકના એક દીકરાનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને કારચાલક ની શોધ કોણે શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતા અને પિતાની નજર સામે અકસ્માતમાં 11 વર્ષના એકના એક દીકરાનું કરુણ મૃત્યુ – પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું…"

Leave a comment

Your email address will not be published.


*