બહેન માટે ગિફ્ટ લેવા જતા ભાઈને રસ્તામાં નડ્યો અકસ્માત, બેહેને ભાઈની અર્થી પર રાખડી બાંધી…, રક્ષાબંધન પહેલા બહેને ભાઈ ગુમાવ્યો…

Published on: 12:26 pm, Wed, 10 August 22

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મિત્રો તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે, જેમાં અકસ્માતના કારણે હસતો ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે મંગળવારના રોજ સવારે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક રોડ કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરતા યુવકનું મૃત્યુ નીપજ્યું છે.

ટેન્કરને ઓવરટેક કરતી વખતે સામેથી આવતા વાહન આવ્યું હતું. વહાણ થી બચવા માટે યુવકે તાત્કાલિક બાઈક ઉપર બ્રેક લગાવી હતી. આ દરમિયાન પાછળથી આવતા ટેન્કરે તેની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર લગાવ્યા બાદ ટેન્કર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ ઘટનામાં બાઈક સવાર યુવકનું કરુણ મૃત્યુ થયું હતું. યુવકનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોએ જણાવ્યું કે, રક્ષાબંધન પર તેને પોતાની બહેનને ગિફ્ટ આપવાની હતી. જેથી તે પોતાની બહેન માટે ગિફ્ટ લેવા માટે બાઈક લઈને ઈન્દોર જવા માટે નીકળ્યો હતો.

ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ વિશાલ હતું. વિશાલને તેની બહેને ખૂબ જ વાહલી હતી. તેને બહેનને ભણાવવા માટે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં વિશાલનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ પોલીસે મૃતદેહ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બપોરના સમયે મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. બેહેને ભાઈની અર્થિ સાથે રાખડી બાંધીને ભાઈને વિદાય આપી હતી. આ દ્રશ્યો જઈને ત્યાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. વિશાલની બહેન વૈશાલી ધોરણ દસમાં અભ્યાસ કરે છે.

વિશાલ પોતાના પરિવારનો ખર્ચો પણ ઉઠાવતો અને સાથે પોતાની બહેનના ભણતરમાં પણ ખર્ચો ઉઠાવતો હતો. એટલું જ નહીં પરંતુ વિશાલે પોતાની બહેનને ભણી ગણીને આગળ વધારવા માટે ધોરણ આઠ માં પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. જેથી તેની બહેને સારી રીતે અભ્યાસ કરી શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો