મિત્રો હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના આવી છે. આ ઘટનામાં શાળામાં બાસ્કેટબોલ રમતી વખતે ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટના બનતા જ શાળામાં ભારે અફરાતફરીનો મહોલ સર્જાયો હતો. આ ઘટનાનો એક વિડિયો પણ હાલમાં સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર મૃત્યુના સમાચાર સાંભળીને યુવતીના ચાર મિત્રો પણ બેહોશ થઈ ગયા હતા.
આ સમગ્ર ઘટના જમાલપુરની સેન્ટ્રલ સ્કૂલમાં બની હતી. આ ઘટનામાં બેહોશ થયેલા ચાર મિત્રોને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારના રોજ જમાલપુર સેન્ટ્રલ સ્કૂલમાં ધોરણ આઠમાં ભણતી પાયલના નામની વિદ્યાર્થીની બાસ્કેટબોલ રમતી વખતે અચાનક બેભાન થઈ ગઈ હતી. આ ઘટના બન્યા બાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
પરંતુ ત્યાં સુધીમાં તો તેનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટના સ્કૂલના પ્લે ગ્રાઉન્ડમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પાયલના મૃત્યુના સમાચાર સાંભળીને તેના ચાર મિત્રો બેહોશ થઈ ગયા હતા, તેમને પણ સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, પાયલ હાથમાં બાસ્કેટબોલ લઈને કોઈને બોલાવી રહી છે.
આ દરમિયાન અચાનક પાયલ જમીન પર ઢળી પડે છે. આ દ્રશ્યો જોઈને આસપાસના ઘણા બાળકો પાયલ પાસે દોડી આવે છે અને તાત્કાલિક તેને ઉપાડે છે. પરંતુ પાયલ બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ પાયલ અને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો પાયલનું મૃત્યુ નીપજ્યું હતું.
ગુરૂવારના રોજ જ્યારે શાળા ખુલ્લી ત્યારે પ્રાર્થના પછી પાયલના મૃત્યુના સમાચાર વિદ્યાર્થીઓને આપ્યા હતા. આ સમાચાર સાંભળીને પાયલના ચાર મિત્રો સ્કૂલમાં બેહોશ થઈ ગયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલી પાયલના સંબંધીઓના નિવેદન મુજબ, બાળપણથી જ પાયલના હૃદયમાં કાણું હતું.
શાળામાં બાસ્કેટબોલ રમતી વખતે 14 વર્ષની બાળકીને અચાનક કરુણ મૃત્યુ – જુઓ લાઈવ મૃત્યુની ઘટનાના સીસીટીવી ફૂટેજ… pic.twitter.com/iKmTzPKSSU
— GUJJU ROCKZ (@gujju_rockz) August 5, 2022
તેની સારવાર પણ ચાલતી હતી. જેના કારણે પાયલ નું મૃત્યુ થયું છે. આ ઘટનામાં સ્કૂલ મેનેજમેન્ટની કોઈ બેદરકારી નથી અને શાળાના સીસીટીવી ફૂટેજમાં તમે પણ સ્પષ્ટ જોઈ શકો છો. કેવી રીતે રમતા રમતા પાયલ અચાનક ઢળી પડી હતી. ડોક્ટરે કહ્યું કે જે બાળકના હૃદયમાં કાઢવું હોય તેને દોડવાની રમતો ટાળવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment