“મમ્મી-પપ્પા ખૂબ જ સારા છે, મને માફ કરજો” આવું વોટ્સએપ સ્ટેટસ મૂકીને, સેનાની તૈયારી કરનાર યુવક યમુના નદીમાં કૂદી ગયો – જાણો સમગ્ર ઘટના

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. સેનાની તૈયારી કરી રહેલા એક યુવકે યમુના નદીમાં છલાંગ લગાવીને પોતાનું જીવનને ટૂંકાવવી લીધું છે. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે તરવૈયાઓની મદદથી યમુના નદીમાં યુવકની શોધખોળ શરૂ કરી હતી.

નદીમાં કૂદેલા યુવકને તરતા આવડતું હતું. જેના કારણે પોલીસે હજુ સુધી તેના મૃત્યુની પુષ્ટિ કરી નથી. યુવક સેનાની તૈયારી કરી રહ્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના આગ્રામાં બની છે. મળતી માહિતી અનુસાર પોલીસને મોડી રાત્રે પોઈયા ઘાટ ખાતે એક યુવક યમુનામાં કુદીયો છે તેવી માહિતી મળી હતી.

મળતી માહિતી અનુસાર પોલીસને ઘટના સ્થળેથી યુવકનો મોબાઈલ અને તેના ચંપલ મળી આવ્યા હતા. મોબાઈલ દ્વારા યુવકની ઓળખ કર્મવીર પૌનિયા તરીકે થઈ હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ યુવકના પરિવારજનોને કરવામાં આવી હતી. રાત્રિના અંધકારના કારણે યુવકનો કોઈ પતો લાગ્યો ન હતો.

વહેલી સવારે પોલીસે તરવૈયાઓની મદદથી યુવકની શોધખો શરૂ કરી હતી. પરંતુ હજુ સુધી યુવકનો કોઈ પતો લાગ્યો નથી. તેની શોધખોળ ચાલુ છે. પોલીસ અધિકારીઓ જણાવ્યું કે યુવકને તરતા આવડતું હતું તેથી આ અંગે કંઈ પણ કહી શકાય નહીં. કર્મવીરસિંહ પૌનિયા સેનાની તૈયારી કરી રહ્યો હતો.

એક વર્ષથી વધુ સમય સુધી પ્રેક્ટિસ કર્યા પછી, ત્યારે અચાનક આર્મીમાં પરમિનેટ જોઇનિંગ ખતમ થઈ જવાના કારણે તે ખૂબ જ ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો. કર્મવીર સિંહ વોટ્સએપ સ્ટેટસ પર લખ્યું હતું કે, મારા માતા-પિતા ખૂબ જ સારા છે. તેઓ મને ખૂબ જ પ્રેમ કરતા હતા.

હું મારા માતા-પિતા માટે એક ગવર્મેન્ટ જોબ ન શોધી શક્યો. તેમને મારા માટે ઘણું કર્યું છે. મમ્મી પપ્પા, લવ યુ, બાય… હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. વોટ્સએપ સ્ટેટસ વાંચીને પરિવારના લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*