કહેવાય છે કે માં મોગલના પરચા અપરંપાર રહ્યા છે. માં મોગલના દર્શન માત્રથી જ ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ માં મોગલની કૃપાથી ઘણા લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે એ તો અઢારે વરણની માતા કહેવાય છે. એટલું જ નહીં પરંતુ કહેવાય છે કે માં મોગલ ક્યારેય પોતાના ભક્તોને દુઃખી જોઈ શકતા નથી.
તેથી જ ભક્તો પણ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે અને માં મોગલ ની માનતાઓ માનતા હોય છે. ઘણીવાર સાંભળ્યું છે કે માં મોગલ એ આજ દિન સુધી લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે.એવામાં જ આજે આપણે એક પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
જેનાથી સૌ કોઈ કહેવું છે કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ બધી જ સમસ્યાઓ પણ દૂર કરે છે, ત્યારે વાત જાણે એમ છે કે એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો છે. કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પર સાક્ષાત બિરાજમાન છે.
ત્યારે મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપતા પૂછ્યું કે બેટા શેની માનતા હતી? ત્યારે એ યુવકે કહ્યું કે તેને તેને શરીરની નાની મોટી તકલીફોને લઈને માં મોગલ ની માનતા માની હતી કે તરત જ એ તકલીફોમાં સુધારો આવી જતાની સાથે જ માં મોગલ ની માનતા પૂરી કરવા માટે 21000 માં મોગલના ચરણે અર્પણ કરવા માટે અહીં આવ્યો છું.
મણીધર બાપુએ એક યુવકને આશીર્વાદ આપ્યા અને સાથે એ 21 હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું કે માં મોગલ એ તારી 21 ગણી માનતા સ્વીકારી છે અને આ પૈસા તો તારી બેનને આપજે માં મોગલ રાજી થશે. આ કોઈ ચમત્કાર ન માનતા માં મોગલ પર તમે વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે.
તેથી જ તો કહેવાય છે કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો તમામ સમસ્યાઓ માત્ર માં મોગલના દર્શન માત્રથી દૂર થાય છે. માં મોગલ ને કોઈ દાન ભેટની જરૂર નથી એ તો માત્ર ભક્તો ના ભાવના ભૂખ્યા છે. આ ઉપરાંત આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલની શરૂઆત થાય છે જય માં મોગલ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment