રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં રીલ્સ બનાવવી ભારે પડી ગઈ…! વિડીયો વાયરલ થતા જ પોલીસે મહિલાની ધરપકડ કરી – જુઓ વાયરલ વિડિયો…

Published on: 1:46 pm, Sun, 31 July 22

આપણી સમક્ષ ઘણીવાર એવા વિવાદિત વિડીયો વાયરલ થતાં નજરે પડે છે કે જે જાણીને સૌ કોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ જતા હોય છે. એવામાં જ આપણી સમક્ષ હાલ રાજકોટ શહેરમાં તાજેતરમાં જ ફાઇનાન્સરની ઓફિસમાં દારૂની મહેફિલ નો વિડીયો વાયરલ થયેલો હતો એવીજ રીતે ગઈકાલે વધુ એક વિવાદિત વિડીયો વાયરલ થયો.

જેમાં એક નામચીન મહિલા કે જે તોફાની રાધા પોલીસ સ્ટેશનમાં ઉતારેલા એ વીડિયોની રીલ બનાવી પોલીસની ભૂલો પડકાર ફેંકતી હોય તેવું નજરે પડ્યો અને તેણે હાલ એ સોશિયલ મીડિયા પર પણ અપલોડ કર્યો હતો. આ યુવતી એ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો. તેને લઈને પોલીસે તેની તપાસ હાથ ધરી અને તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ કરી.

એટલું જ નહીં પરંતુ એ યુવતીએ અલગ અલગ પ્રકારની રીલ બનાવી અપલોડ કરી તેમાં પણ એક યુવક યુવતીઓ રીલ બનાવવાના ચક્કરમાં કાયદાનો ભંગ કરતી હોય તેવું લાગી રહ્યું છે. આ તોફાની રાધા આગળ પણ એક મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલી છે. એટલું જ નહીં પરંતુ તોફાની રાધા નામનું આઈડી ધરાવનાર વિવાસ્પદ યુવતીએ પોતાના સોશિયલ મીડિયા પર એક રીલ અપલોડ કરી છે.

જેમાં તે રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ખુરશી પર બેઠી હોય અને લેડી ડોન જેવો વ્યવહાર કરતી હોય એવી રીતે સ્ટાઇલથી ડાયલોગ મારતો એક રીલ વિડીયો સોશિયલ મીડિયા પર તેના એકાઉન્ટ પર તેને વાયરલ કર્યો છે. આ ઉપરાંત પણ તેણે એકાઉન્ટમાં પોતે કાર ચલાવી જેતપુર નજીક ટોલ પ્લાઝા પર હરપાઈ કરવા બદલે ટોલ પ્લાઝા પર રહેલી બેરિયર તોડી ટોલ ભરપાઈ કર્યા વગર ચાલી જાય છે.

આ ઉપરાંત કોઈ યુવતી ગાંજો બનાવતી હોય તેવો વીડિયો પણ તેણે પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે, એ વિડીયો કોનો ક્યારે અને કઈ રીતે બનાવ્યો તે દિશામાં હજુ પણ પોલીસ તપાસ હાથ ધરી રહી છે. હાલ તો પોલીસે આ યુવતી રાધિકા ઉર્ફે તોફાની રાધા ની ધરપકડ કરી છે. આ વિડીયો ન્યૂઝ ચેનલ News18Gujaratiએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે.

પોલીસ સ્ટેશનમાં એક રીલ બનાવી વાયરલ કરેલા એ વીડિયોને પોલીસે પણ તાકીદે તપાસ શરૂ કરી અને એ પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ઉતારવામાં આવેલા વિડિયો પ્રત્યે એ તોફાની રાધાની ધરપકડ કરી છે અને પોલીસે એ યુવતી ને કાયદાનું ભાન કરાવતા યુવતીએ પોતે માફી પણ માંગી લીધી અને આગળ પણ આવા વીડિયો નહીં બનાવે તેવી ખાતરી પણ અપાવવામાં આવે છે. તેથી કહી શકાય કે આ તોફાની રાધા ને રિલ બનાવી ભારે પડી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં રીલ્સ બનાવવી ભારે પડી ગઈ…! વિડીયો વાયરલ થતા જ પોલીસે મહિલાની ધરપકડ કરી – જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*