અરે ભાઈ સાવ આમ ના હોય…! બોટલમાં પેટ્રોલ આપવાની ના પાડી તો, આ યુવક બાઈકની ટાંકી લઈને પેટ્રોલ પંપ પહોંચે – વીડિયો જોઈને હસી પડશો…

Published on: 1:23 pm, Sun, 31 July 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણા વિડીયો જોઈને તમે ખડખડાટ હસી પડ્યા હશો અથવા તો ઘણા વીડિયો જોઈને તમે ભાવુક થઈ ગયા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આવો વિડીયો તમે પહેલા ક્યારેય પણ નહીં જોયો હોય.

જેમાં એક યુવકને પેટ્રોલ પંપ પર બોટલમાં પેટ્રોલ આપવાની ના પાડે છે, તેથી તે યુવક પેટ્રોલ પુરાવવા માટે બાઈકની ટાંકી લઈને પેટ્રોલ પંપ પર પહોંચે છે. હાલમાં આ યુવક નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને ભલભલા લોકો ખડખડાટ હસી પડ્યા છે.

આ વિડીયો ઉત્તર પ્રદેશમાંથી સામે આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક યુવક બાઈકની ટાંકી ખોલીને પેટ્રોલ પંપ પર ટાંકી લઈને પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર યુવક પહેલા બોટલ લઈને પેટ્રોલ પંપ પર પહોંચ્યો હતો. ત્યારે યુવકને પેટ્રોલ પંપના કર્મચારીઓએ બોટલમાં પેટ્રોલ આપવાની ના પાડી હતી.

ત્યારે થોડીક વાર પછી આ યુવક બાઈકની ટાંકી ખોલીને સાયકલ પર બાઈકની ટાંકી લઈને પેટ્રોલ પંપ પર પહોંચ્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પેટ્રોલ પંપ ના કર્મચારી સોનું યાદવે જણાવ્યું કે, 27 જુલાઈ ના રોજ પેટ્રોલ પંપ પર તે વાહનોમાં પેટ્રોલ ભરી રહ્યો હતો.

ત્યારે એક યુવક બોટલમાં પેટ્રોલ લેવા માટે પેટ્રોલ પંપ પર આવ્યો હતો. ત્યારે નિયમોના આધારે પેટ્રોલ પંપ ના કર્મચારીએ યુવકને પેટ્રોલ બોટલમાં આપવાની ના પાડી હતી. થોડીક વાર પછી આ જ યુવક પોતાની સાઇકલ લઈને પેટ્રોલ પંપ પર પહોંચ્યો હતો.

આ યુવક પોતાના બાઇકની પેટ્રોલની ટાંકી ઉખાડીને પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે પહોંચ્યો હતો અને બાઈકની ટાંકીમાં પેટ્રોલ ભરવાની વાત કરી હતી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વાયરલ થયેલો વિડિયો જોઈને ભલભલા લોકો ખડખડા હસી પડ્યા છે. આટલું જ નહીં પરંતુ પેટ્રોલ પંપ ના કર્મચારીઓ પણ ખડખડાટ હસી પડ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે ભાઈ સાવ આમ ના હોય…! બોટલમાં પેટ્રોલ આપવાની ના પાડી તો, આ યુવક બાઈકની ટાંકી લઈને પેટ્રોલ પંપ પહોંચે – વીડિયો જોઈને હસી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*