મિત્રો આજના ડિજિટલ જમાનામાં સૌની પાસે મોબાઇલ છે અને લગભગ દરેક લોકો ઇન્ટરનેટનો યુઝ પણ કરતા હશે. આ ઇન્ટરનેટની દુનિયામાં તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક સાધુનો વિડીયો ખૂબ જ થઈ રહ્યો છે.
જેમાં એક સાધુ પર્વત ચડતા જોવા મળી રહ્યા છે. આ વાત સાંભળીને તમે પણ એમ કહેશો કે કોઈ નવાઈની વાત નથી. પરંતુ આ સાધુ કોઈપણ દોરડા ની મદદ વગર ઊભા પર્વત ઉપર આરામથી ચડી રહ્યા છે. તેમને જોઈને તમે પણ દંગ થઈ જશો. હાલમાં તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે સાધુ પર ગુરુત્વાકર્ષણ બળનો નિયમ લાગુ પડતો નથી. આ વિડીયો ટ્વીટર પર @TansuYegen નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો હતો. આ વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક મહિલા દોરડાની મદદ થી પર્વત ચડવાનો પ્રયત્ન કરતી જોવા મળી રહે છે.
આ દરમિયાન ત્યાં એક સાધુ આવી પહોંચે છે. આ સાધુ દોરડા કે અન્ય કોઈ વસ્તુની મદદ વગર ઉભા પર્વત પર ખૂબ જ આરામથી ચડવા લાગે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સાધુએ કોઈ પણ પ્રકારની સેફટી લગાવી નથી. સાધુ ને જોઈને મહિલા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
હાલમાં સાધુ નો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલાને દોરડાની મદદથી પણ પર્વત ચડવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. પરંતુ આ સાધુ કોઈ પણ પ્રકારના સપોર્ટ વગર આરામથી ઉભા પર્વત પર ચડી રહ્યા છે.
He just needs nothing to climb a hill… pic.twitter.com/PmnLZ4zLYd
— Tansu YEĞEN (@TansuYegen) July 20, 2022
આ વિડીયો અત્યાર સુધીમાં પાંચ લાખથી પણ વધારે લોકો એ જોયો છે. આ ઉપરાંત 22,000 થી પણ વધારે લોકોએ વીડિયોને પસંદ કર્યો છે. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો વીડિયો જોઈને કોમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment