જામનગરમાં ટ્રક બેકાબુ બનતા ડિવાઇડર તોડીને બસ સ્ટેશનમાં ઘૂસી ગયો, ટ્રક ડ્રાઇવર અને ટ્રક ક્લીનરનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ…

Published on: 3:16 pm, Fri, 29 July 22

ગુજરાત રાજ્યમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ધોરીમાર્ગ પર આવેલ ફલ્લા ગામે આજે સવારે ટ્રક રોંગ સાઈડમાં બસ સ્ટેશન સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના પગલે ટ્રક ડ્રાઇવર સહિત બે લોકોના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નિપજ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર આજે ટ્રક મીઠાપુર થી માલ ભરીને હૈદરાબાદ તરફ જતો હતો.

ત્યારે વહેલી સવારે ચારેક વાગ્યાની આસપાસ ટ્રક અચાનક બેકાબુ બની ગયો હતો. જેના કારણે ટ્રક રોંગ સાઈડમાં ડિવાઈડર તોડીને બસ સ્ટેશનમાં ઘૂસી ગયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનામાં ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂક્કો થઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં ટ્રક ડ્રાઇવર અને ટ્રકના ક્લીનરનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું.  મળતી માહિતી અનુસાર રોડ અકસ્માત ના કારણે છ કલાક સુધી એક બાજુનો રોડ બંધ રહ્યો હતો. અકસ્માતની ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે એલ એન્ડ ટી.ની ટીમ, બે JCB મશીન અને ગામજનોએ સતત ત્રણ કલાકની જહેમત બાદ બસ સ્ટેશનમાંથી ટ્રક ને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ ટ્રક ડ્રાઇવર અને ટ્રકના ક્લીનરના મૃતદેહને બહાર કાઢીને જામનગરની જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર ફલ્લા ગામમાં જૂનો રસ્તો હતો ત્યારે મોટો વળાંક હતો, જેના કારણે વાહન ચાલકોને તકલીફ પડતી ન હતી. પરંતુ જ્યારથી નવો રસ્તો બનાવવામાં આવ્યો છે. ત્યારથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે અને વાહન ચાલકોને પણ આ રસ્તા પર ભારે મુશ્કેલી પડી રહે છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જામનગરમાં ટ્રક બેકાબુ બનતા ડિવાઇડર તોડીને બસ સ્ટેશનમાં ઘૂસી ગયો, ટ્રક ડ્રાઇવર અને ટ્રક ક્લીનરનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*