ગોંડલમાં પડોશીના ઘરેથી એક યુવાનનું મૃતદેહ લટકતી હાલતમાંથી મળી આવ્યું, જાણો ઘટના વિગતવાર – માતા-પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો…

Published on: 12:26 pm, Fri, 29 July 22

ગોંડલમાં બનેલી વધુ એક જીવવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવાનનું મૃતદેહ તેના પડોશીના ઘરમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગોંડલ સ્ટેશન પ્લોટમાં ઉમાવાળા જકાતનાકા પાસે રહેતા યુવાનનું નેપાળી પરિવારના ઘરે શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું.

પામેલા યુવાનના ગળા પર કાળા નિશા નો જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે યુવાનના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યું છે. આ ઘટના બન્યા બાદ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે.

જેમકે યુવાન નેપાળી પરિવારના ઘરે કયા કારણોસર ગયો હતો? તેમજ તેના મૃત્યુ થવા પાછળનું શું કારણ? આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. ઉમાવાડા જકાતનાકા પાસે રહેતો 30 વર્ષીય સંદીપ ધનસુખભાઈ સોલંકી નામનો યુવાન ગઈકાલે રાત્રે ઉમવાડા રોડ પર ભાવનાથ સ્ટેશન રોડ પાસે રમેશભાઈ રૈયાણી ના ડેલામાં રહેતા નેપાળી પરિવારના ઘરે કોઈ કામ માટે ગયો હતો.

મળતી માહિતી અનુસાર રાત્રીના સમયે સંદીપનું ભેદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના અંગે નેપાળી પરિવારે યુવાનના પિતા ધનસુખભાઈ ને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા ધનસુખભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

આ ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.મૃત્યુ પામેલો યુવાન અપરિણિત હતો અને તે મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મૃત્યુ પામેલો યુવાન તેના માતા-પિતાનો એકનો એક દીકરો હતો.

હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. સમગ્ર ઘટના અંગે નેપાળી પરિવારના પતિ-પત્નીને પોલીસે રાઉન્ડ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ આ ઘટનાને લઈને અનેક ખુલાસાઓ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગોંડલમાં પડોશીના ઘરેથી એક યુવાનનું મૃતદેહ લટકતી હાલતમાંથી મળી આવ્યું, જાણો ઘટના વિગતવાર – માતા-પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો…"

Leave a comment

Your email address will not be published.


*