ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને ગુજરાતના રાજકોટ શહેરમાં સુસાઇડની ઘટનાઓ સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં એક પતિ પત્નીએ એક સાથે પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
સ્થાનિક પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ પોસ્ટમોર્ટમ રૂમની બહાર મૃતક ના પરિવારજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા પતિ-પત્નીના દોઢ મહિના પહેલા જ લગ્ન થયા હતા.
કયા કારણોસર પતિ-પત્નીએ આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના રેલ નગર વિસ્તારમાં આવેલ સંતોષનગરના ફાટક પાસે સવારના સમયે બે લોકોએ ટ્રેનની નીચે આવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે તેવી માહિતી પોલીસને મળી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, પતિ પત્ની વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ઉઠ્યા હતા. દરરોજની જેમ પતિ-પત્ની સવારે ચાર વાગ્યાની આસપાસ પાણી ભરે છે. ત્યારબાદ સવારના 05:00 વાગ્યાની આસપાસ ઘરની સામે આવેલા રેલવેના પાટા પર ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
મૃત્યુ પામેલા પતિનું નામ કરણ અને મૃત્યુ પામેલી પત્નીનું નામ સ્નેહા છે તેવું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી અનુસાર થોડાક મહિના પહેલા પરિવારજનોને બંનેના પ્રેમ સંબંધની જાણ થઈ હતી. ત્યારબાદ પરિવારના લોકોએ બંનેના રાજી ખુશીથી લગ્ન કરાવી દીધા હતા. મૃત્યુ પામેલો યુવક કોળી સમાજનો હતો, જ્યારે મૃત્યુ પામેલી યુવતી દરજી સમાજની હતી.
મૃત્યુ પામેલો યુવક કરણ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કામ કરતો હતો. કારણે અને તેની પત્નીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. આ અંગે બંનેના પરિવારજનો પણ કશું જણાવી રહ્યા નથી. હાલમાં પોલીસ એ સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment