મિત્રો સાથે ઢાબા પર જમવા જઈ રહેલા, બે બહેનોના એકના એક લાડલા ભાઈને રસ્તામાં નડ્યો અકસ્માત – ભાઈનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો…

Published on: 3:20 pm, Tue, 26 July 22

દેશમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ઘણી એવી ગંભીર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. જેમાં ઘણા પરિવાર વિખરાઈ જતા હોય છે. ત્યારે આજરોજ સવારે લિંગા બાયપાસ પર એક ઝડપી કાર બેકાબુ થતા પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે ગંભીર અકસ્માતની ઘટના બની હતી.

આ અકસ્માતની ઘટનામાં એક યુવાનનું ઘટના સ્થળે કરવું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ યુવાનોને નાની મોટી ઈજા પહોંચતી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આજ રોજ સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ ચંદન ગામના રહેવાસી 22 વર્ષીય નિહાલ સંભારે MP 28 CB 9305 નંબરની કારમાં સવાર થઈને બહાર જઈ રહ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં અચાનક પુરપાડ ઝડપે જતી તેમની કાર બેકાબુ થઈને પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં કારમાં સવાર નિહાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનામાં નિહાલનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ઉપરાંત અકસ્માતમાં કારમાં બેઠેલા અન્ય ત્રણ લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. એવું જાણવા મળી રહ્યું છે કે નિહલ તેના મિત્રો સાથે લિંગાની સામે મલંગ ઢાબા પર ભોજન કરવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં તેમની કાર અચાનક બેકાબુ બનીને પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માતના પગલે નિહાલનું કરુણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો નિહાલ બે બહેનોનો એકનો એક લાડકવાયો ભાઈ હતો. આ ઘટનાની જાણ નિહાલના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. પોલીસે હાલમાં સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મિત્રો સાથે ઢાબા પર જમવા જઈ રહેલા, બે બહેનોના એકના એક લાડલા ભાઈને રસ્તામાં નડ્યો અકસ્માત – ભાઈનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*