નવસારીમાં બનેલી એક ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં નવસારી શહેરના કબીલપોર વિસ્તારમાં આવેલ વસંતવિહાર સોસાયટીમાંથી એક મહિલા એકટીવા લઈને જઈ રહી હતી. આ દરમિયાન રસ્તા પર દોડીને આવતું વાછરડું એકટીવા સાથે અથડાયું હતું. જેના કારણે મહિલા અને વાછરડું બંને નીચે પડી ગયા હતા.
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ લગભગ સવારે આઠ વાગ્યાની આસપાસ વસંત વિહાર સોસાયટીમાં રહેતી મોનાલી દેસાઈ નામની મહિલા એક્ટિવ લઈને દૂધ લેવા માટે ગઈ હતી.
મોનાલી દૂધ લઈને પરત ફરી રહી હતી, ત્યારે રસ્તા પર દોડીને આવતું વાછરડું એકટીવા સાથે અથડાયું હતું. જેના કારણે મોનાલી રોડ પર પડી જાય છે અને વાછરડું પણ રોડ પર પડી ગયું હતું. ત્યારબાદ વાછરડું ઊભું થઈને ભાગવા લાગે છે. આ ઘટનામાં મોનાલીને સામાન્ય ઇજા પહોંચી હતી.
સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ મહિલાના પરિવારના લોકોએ ગામે પોલીસમાં કેસ દાખલ કરાવીને અરજી આપી હતી. મોનાલી દેસાઈ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, આજરોજ રવિવાર હોવાના કારણે તેમનું બાળક તેમની સાથે ન હતું.
જો તેમનું બાળક તેમની સાથ હોત તો મોટી દુર્ઘટના બની હોત. તેમને જણાવ્યું કે તેઓ દરરોજ આજ રસ્તા પરથી તેમના બાળકને સ્કૂલે મૂકવા અને લેવા માટે જાય છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નવસારીમાં રસ્તા પર દોડતું વાછરડું એકટીવા સવાર મહિલા સાથે અથડાતા, બન્યું કાંઈક એવું કે – જુઓ ઘટનાના CCTV ફૂટેજ… pic.twitter.com/VbymplnTLk
— GUJJU ROCKZ (@gujju_rockz) July 25, 2022
વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાછરડાની પાછળ કુતરા પડ્યા હોવાના કારણે વાછરડું રોડ પર ભાગી રહ્યું હતું. આ દરમિયાન આ અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં એકટીવા પર સવાર મહિલા ને સામાન્ય ઇજા પહોંચે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment