આ વ્યક્તિએ 3 મહિનાના માસુમ બાળકને ટબમાં મૂકીને, પૂરના પાણીમાંથી પસાર થવું પડ્યું – વીડિયો જોઈ રડી પડશો…

હાલ તો અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ચોમાસાનું આગમન થયું છે. એવામાં જ થોડા દિવસોમાં જ મેઘરાજાએ પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું તો ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ આવ્યા. તો ઘણા શહેરોમાં તો પૂર જેવી સ્થિતિ સર્જાય એવામાં જ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એવો વિડિયો સામે આવ્યો છે કે જેનાથી સૌ કોઈ લોકોની આંખ ભીની થઈ જશે.

આ વીડિયોમાં એક એવો નજારો જોવા મળ્યો કે જેમાં તમે સાંભળ્યું હશે કે ભગવાન કૃષ્ણનો જન્મ જેલમાં થયો ત્યારે જિલ્લા તળાવ આપોઆપ ખુલી ગયા અને તેમણે જેલમાંથી બહાર કાઢવા માટે તેમના પિતા વાસુદેવે માથા પર ટોપલે રાખીને યમુના નદી પાર કરી હતી. જાણે એવો જ વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

એટલું જ નહીં પરંતુ તમને એમાં બાહુબલી જેવો પણ સીન દેખાય આવશે ત્યારે વાત જાણે એમ છે કે પૂરના કારણે માથા પર પ્લાસ્ટિકનું ટબ લઈને એક વ્યક્તિ પાણીમાં ઘૂસી ગયો હતો. વિસ્તૃતમાં જણાવીશ એ પ્લાસ્ટિકના ટબમાં ત્રણ મહિનાનું બાળક ગરમ કપડામાં લપેટવામાં આવ્યું અને તેને ખભા સુધીના ઊંડા પાણીમાં પણ તેણે માથે ટબ લઈને એ પાણીમાં ચાલતો ગયો.

ત્યારે વાત જાણવા મળી હતી કે એક પરિવાર પુરના પાણીમાં ફસાઈ ગયો હતો તેથી જ એક બાળકને બચાવવા માટે કાર્યકર્તા દ્વારા માથા પર પ્લાસ્ટિકના ટબમાં તેને ઘણા ડૂબ પાણીમાંથી બચાવવામાં આવ્યું હતું. આ વિડીયો પેડાપલ્લી જિલ્લાના મંથની શહેરમાંથી સામે આવ્યો છે.

જેમાં એક બાળકને બચાવવા માટે એક કાર્યકર્તા દ્વારા પ્લાસ્ટિકના ટબમાં તેને ગરમ કપડામાં વીંટોળીને ઘણા ડૂબ પાણીમાંથી બચાવવામાં આવી રહ્યો છે. એ વીડિયોમાં જોઈ શકો છો તો એક મહિલા પણ તે વ્યક્તિની સાથે સાથે ચાલતી જોવા મળી તે લગભગ બાળકની માતા હોય તેવું જણાઈ રહ્યું છે. હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયા પર ધમાકેદાર વાઇરલ થયેલો નજરે પડ્યો છે.

આ વિડીયો ઇન્સ્પાયર્ડ આશુ નામના ટ્વીટર યુઝરે તેને પોસ્ટર પર શેર કરેલ છે. જેમાં ઘણા યુઝર્સ હોય તો તેને લગતા ઘણા એવા પ્રતિભાવ પણ આપ્યા છે ત્યારે એ વીડિયોની સાથેના કેપ્શનમાં એ યુઝર છે લખ્યું છે કે રીયલ લાઇફમાં બાહુબલી જેમાં એ વિડિયો જોઈ શકો છો. તો તેમાં એક માણસ એક નાનકડા બાળકને ટોપલીમાંમાંથી લઈને જઈ રહ્યો છે ત્યારે એ જ વાતને સાર્થક કરતું હોય તેવું લાગી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*