ગુજરાત રાજ્યમાં વરસાદનો પહેલો રાઉન્ડ પૂર્ણ થયો છે. રાજ્યના પેલા રાઉન્ડમાં વરસાદે ભુકા કાઢી નાખ્યા છે. મળતી માહિતી અનુસાર પહેલા રાઉન્ડમાં રાજ્યમાં સરેરાશ 56.13 ટકા વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના કારણે ગુજરાતના મોટેભાગના ડેમ ભરાઈ ગયા છે. આ ઉપરાંત ઘણી બધી નદીઓ બે કાંઠે વહેવા લાગી છે.
સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. અહીં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન પણ થયું છે. ત્યારે હવામાન નિશાન અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં છૂટો છવાયા વરસાદી ઝાપટા આવી શકે તેવી શક્યતાઓ છે.
હજુ તો રાજ્યમાં પેલા રાઉન્ડમાં પડેલા વરસાદનું પાણી સુકાય તે પહેલા તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં 22 જુલાઈના રોજ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતાઓ છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 24 થી 26 જુલાઈ દરમિયાન દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.
આ ઉપરાંત 30 જુલાઈ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના દરિયા કિનારોના વિસ્તારોમાં ભારે થઈ હતી ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં અમદાવાદના ધોળકામાં ત્રણ ઇંચ વરસાદ, મહેસાણાના કડીમાં બે ઇંચ વરસાદ, રાધનપુરમાં દોઢ ઇંચ વરસાદ, જ્યારે ખેરગામ અને ધોલેરામાં વરસાદ પડ્યો છે. રાજ્યના કચ્છ ઝોનમાં સિઝનનો 103% થી પણ વધારે વરસાદ વરસી શક્યો છે.
સૌરાષ્ટ્રમાં 57.46 ટકાવ વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં 72.89 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે બીજી તરફ પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 44.82 ટકા વરસાદ અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 32.40 ટકા વરસાદ વરસ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment