સ્ટંટ કરવો ભારે પડી ગયો…! અડધી રાત્રે ચાલતી કચરાની ગાડી ઉપર સ્ટંટ કરતા યુવક સાથે બન્યું એવું કે – જુઓ વિડિયો

Published on: 3:10 pm, Mon, 18 July 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર સ્ટંટના વિડીયો જોતા હશે. તમે ઘણા એવા વિડીયો જોયા હશે જેમાં અમુક લોકોને સ્ટંટ કરવા ભારે પડી જતા હોય છે. ત્યારે હાલમાં તેઓ અધિક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં એક વ્યક્તિ અડધી રાત્રે ચાલતી કચરાની ગાડી ઉપર પુશ-અપ કરતો અને સ્ટંટ કરતો નજરે પડ્યો હતો. જેનો એક વિડીયો સામે આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક અજાણ્યો યુવક મ્યુન્સીપલ કચરાની ગાડી ઉપર પુશ-અપ કરી રહ્યો છે. બેગ્રાઉન્ડમાં શક્તિમાંનું ગીત પણ વાગી રહ્યું છે.

ચાલતી ગાડી ઉપર પુશ-અપ કર્યા બાદ, આ વ્યક્તિ ચાલતા વાહનની ઉપર ઉભો થઈ જાય છે. આ દરમિયાન તેની સાથે કંઈક એવું થાય છે કે તમે ખડખડાટ હસી પડશો. કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો બે દિવસ જૂનો છે. મળતી માહિતી અનુસાર આ વિડીયો લખનઉમાંથી સામે આવ્યો છે.

એક વ્યક્તિએ કચરાની ચાલુ ગાડી ઉપર સ્ટંટ કરતા યુવકની હરકતો પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકો છો કે યુવક સૌપ્રથમ ચાલતા વાહનની ઉપર પુશ-અપ કરી રહ્યો છે.

થોડીક વાર બાદ તે વાહનની ઉપર ઉભો થાય છે. ત્યારે તેનું સંતુલન બગડે છે અને તે ચાલતા વાહનમાંથી નીચે પડી જાય છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થતા જ મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે, આ યુવકની હજુ કોઈ પણ માહિતી મળી નથી. વીડિયોમાં કચરાની ગાડીનો નંબર સ્પષ્ટ દેખાતો નથી.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે સ્ટંટ કરનાર યુવક સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સ્ટંટ કરવો ભારે પડી ગયો…! અડધી રાત્રે ચાલતી કચરાની ગાડી ઉપર સ્ટંટ કરતા યુવક સાથે બન્યું એવું કે – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*