હાલ તો સમગ્ર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે વાત કરીશું ગુજરાતમાં આવેલા એ અમદાવાદ શહેરની કે જે હાલ વરસાદમાં ખાડા નગરી અને ભુવા નગરી બની ગયું છે. અમદાવાદ શહેરના પૂર્વ હોય કે પશ્ચિમ અને વિસ્તારમાં રોડ પર મોટા મોટા ભુવા દેખાય આવ્યા તમે પણ એ તસવીરોમાં જોઈ શકો છો.
ત્યારે અમદાવાદના વસ્ત્રાલમાં વિસ્તારમાં સુરભી પાર્ક પાસે મેટ્રો રેલ રૂટ ઉપર એક મોટો ભુવો પડ્યો છે. એ વીડિયોના માધ્યમથી તમે પણ જોશો તો પાંચ જ સેકન્ડમાં એ ભૂવામાં આખો રોડ સમાઈ ગયો અને જાણે રોડ બેસી ગયા બાદ ધીરે ધીરે પોલાણ થતું જોવા મળ્યું. આખો ભુવો પાણીથી ભરાઈ ગયો હતો. ત્યારે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ હજી સુધી માત્ર બેરી કેળ જ કર્યા છે.
ત્યારે અનેક સવાલો ઊભા થાય છે કે આ ભુવો પડતા કામગીરી અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશોએ એકબીજા ને દોષ અપાવ્યો છે. આ રોડ પર પડતાં ભુવા જે રોડ વિભાગને નહીં પરંતુ એન્જિનિયરિંગ વિભાગમાં આવે છે ત્યારે એ ભુવા પડવા પાછળ રોડ બનાવવાની કામગીરી ગુણવત્તા યોગ્ય ન હોવાથી રોડ બેસી કે તૂટી જતા.
હાલ તો એન્જિનિયરિંગ વિભાગ પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે વાત કરીશું તો આશ્રમ રોડ પર વલ્લભ સદન પાસે ચાર રસ્તા પર ગુજરાત કોલેજ રોડ પર ચાર રસ્તા પાસે કર્ણાવતી ક્લબની સામેની વગેરે જગ્યાએ ભુવા પડવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે તેના માટે જવાબદાર કોણ?
આ દરેક જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા બેરીકેટ મારી દેવામાં આવ્યા છે પરંતુ એક પણ જગ્યાએ હજી સુધી તાત્કાલિક રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી નથી. જો કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય અથવા અધિકારીને જવાબદારી હોય તો તે નક્કી કરી અને જે રીતે કામગીરી કરવી જોઈએ. તે કામગીરી હજી સુધી થઈ રહી નથી એવામાં વરસાદી પાણી ભરાઈ એવી સ્થિતિ જોવા મળી.
અમદાવાદીઓ બહાર નીકળતા પહેલા આ વિડીયો જરૂર જોઈ લેજો…! pic.twitter.com/AL6nLrsfSz
— GUJJU ROCKZ (@gujju_rockz) July 17, 2022
અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં આવા મોટા ભુવા જોવા મળ્યા એવામાં જ શિવરંજની ચાર રસ્તા તરફથી શ્યામલ બ્રિજની નીચે જતા રસ્તે અડધો ફૂટ કરતા પણ વધુ ઊંડો ખાડો દેખાયો.વરસાદી ભરાતા પાણીને કારણે વહનચાલકોને અડધો ફૂટ પડેલા ખાડાથી અજાણ્યા આ ખાડાના કારણે વાહન ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment