વડોદરામાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાર લોકોએ મળીને એક ટ્રક ડ્રાઇવરનો જીવ લઈ લીધો છે. વડોદરા શહેર નંદેસરી GIDCમાં 40 વર્ષીય ટ્રક ડ્રાઇવર પાનોલી ઇન્ટર મીડીયેડ કંપનીમાંથી 5000 રૂપિયાના ભંગારની ચોરી કરીને ભાગી જાય રહેલા ટ્રક ડ્રાઇવરને કંપનીના સિક્યુરિટી જવાન સહિત ચાર લોકોએ મળીને ઝડપી પાડ્યો હતો.
ત્યારબાદ તમામે મળીને ટ્રક ડ્રાઇવરની ધુલાઈ કરી હતી. આ કારણસર ડ્રાઇવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન ટ્રક ડ્રાઇવરનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને નંદેશરી પોલીસે કંપનીના સિક્યુરિટી જવાન સહિત ચાર લોકો સામે જીવ લેવાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત મૃત્યુ પામેલા ટ્રક ડ્રાઇવરની માતા અને પત્ની સહિત પરિવારના લોકોએ કંપની પાસેથી વળતર આપવાની માંગ કરી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, નંદાસરી ખાતે આવેલી ગુરુકૃપા ટ્રાન્સપોર્ટ કંપનીમાં 40 બલજીન્દ્ર મંગલસિંહ રંધાવા ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. 6 જુલાઈના રોજ સાંજના સમયે બલજીન્દ્ર નંદેશરીમાં આવેલી પાનોલી ઇન્ટરમીડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગયો હતો.
જ્યાં કંપનીના કમ્પાઉન્ડમાં પડેલા લગભગ 5000 રૂપિયાના ભંગારની ચોરી કરીને પોતાના ટ્રેલરમાં મૂકીને ભાગી ગયો હતો. ત્યારે કંપનીમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા સિક્યુરિટી જવાનોની નજર ટ્રક ડ્રાઇવર ઉપર પડી હતી. ત્યારબાદ ત્રણ સિક્યુરિટી જવાનો સહિત ચાર વ્યક્તિઓએ મળીને ભંગાર ચોરી કરી રહેલા ટ્રેલર ચાલકની પકડી પાડ્યો હતો. ત્યારબાદ આ તમામ લોકોએ મળીને બલજીન્દ્રસિંહની જબરદસ્ત ધુલાઈ કરી હતી.
આ ઘટનામાં ટ્રક ડ્રાઇવર બલજીન્દ્રસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ ટ્રક ડ્રાઇવરની પત્ની અને પરિવારજનો ટ્રક ડ્રાઇવર ને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. આ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન ટ્રક ડ્રાઇવર બલજીન્દ્રસિંહની મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે ત્રણ સિક્યુરિટી જવાન સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બલજીન્દ્રસિંહના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બલજીન્દ્રસિંહની પત્નીનું કેવું છે કે, બલજીન્દર સામે ખોટી ચોરીનો આરોપ મૂકીને તેની ધુલાઈ કરવામાં આવી છે. મૃતકની પત્નીએ કંપની પાસે વળતરની માંગ કરી છે. ટ્રક ડ્રાઇવરના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment