સુરતમાં 17 વર્ષનો યુવક સુસાઈડ કરવા માટે બ્રિજ ઉપર પહોંચ્યો, ફાયર બ્રિગેડની ટીમ યુવકને બચાવી લીધો, ફાયર ઓફિસરને બથ ભરીને યુવક રડવા લાગ્યો…

સુરત શહેરમાં તાપી નદીમાંથી પસાર થતા બ્રિજ ઉપરથી જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે તાપી બ્રિજ પર સુસાઇડ કરવા જઈ રહેલા એક યુવકને ફાયર વિભાગની ટીમે બચાવી લીધો છે. યુવકને બચાવીને તેનું કાઉન્સલિંગ કર્યું હતું. ફાયર વિભાગની ટીમે યુવકને બચાવી લીધો હતો અને ત્યારબાદ પોલીસને સોંપી દીધો હતો.

આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર સુરતના મોટા વરાછામાં રહેતો 17 વર્ષીય યુવક ગુરુવારના રોજ સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ કાપોદ્રા મોટા વરાછા જોડતા બ્રિજ ઉપર પહોંચ્યો હતો. આ બ્રિજ પર યુવક રેલિંગ પર પગ લટકાવીને બેઠો હતો.

ત્યારબાદ યુવક પોતાનો જીવ ટૂંકાવાની કોશિશ કરે છે. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ફાયર વિભાગની એક ટીમે તેની સાથે વાતચીતમાં ભેળવી રાખીને તેનું સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું હતું. આ ઉપરાંત યુવકના પપ્પાને પણ ઘટના સ્થળે બોલાવી લેવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, વિદેશમાં ભણવા જવા બાબતે યુવક ચિંતા ખૂબ જ ચિંતામાં હતો. તેથી તે આ પગલું ભરવા માટે પહોંચ્યો હતો. યુવક આ પગલું ભરે તે પહેલા તો ફાયર વિભાગની ટીમે તેનો રેસ્ક્યુ કરી લીધો હતો.

મળતી માહિતી અનુસાર યુવકનું રેસ્ક્યુ કર્યા બાદ તે ફાયર ઓફિસરને બથ ભરીને રડવા લાગ્યો હતો. અને ફાયર અધિકારીઓએ તેને આવું પગલું ન ભરવા માટે સમજાવ્યો હતો. આ બાળકનું નામ યોગેશ છે. તે મોટા વરાછાના એબીસી સર્કલ પાસે આવેલી સારથી રેસીડેન્સીમાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

તે કેનેડા જવાની તૈયારી કરતો હતો. યોગેશ આઈએલટીએસની પરીક્ષાની તૈયારી કરતો હતો. પરંતુ પરીક્ષામાં પાસ થશે કે નપાસ થશે તેની ચિંતામાં તે ખૂબ જ તણાવમાં આવી ગયો હતો. જેથી તે સુસાઇડ કરવા બ્રિજ પર પહોંચી ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*