જન્મદિવસ બની ગયો અંતિમ દિવસ…! વડોદરાથી પાવાગઢ દર્શન કરવા નીકળેલા બાઈક સવાર 3 મિત્રોને ડમ્પરે લીધા અડફેટેમાં, ત્રણેયના કરુણ મૃત્યુ…

Published on: 2:35 pm, Fri, 8 July 22

મિત્રો ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. વધતી જતી અકસ્માતની ઘટનાઓ જોતા હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ત્યારે વડોદરા-હાલોલ રોડ ઉપર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ડમ્પર ચાલકે બાઈક સવારે 3 મિત્રોને અડફેટેમાં લીધા હતા.

આ ઘટનામાં ત્રણેય મિત્રોના કરુણ મૃત્યુ નીપજયા છે. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ત્રણેયના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હાલોલની હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર વડોદરાથી પાંચ મિત્રો આજરોજ બે બાઈક પર સવાર થઈને પાવાગઢ દર્શન કરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન વડોદરા-હાલોલ રોડ પર બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે બાઈક પર સવાર ત્રણેય મિત્રોના ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજે હતા.

મૃતક યુવકમાં એક દેવગઢ બારિયા, એક લુણવાડા અને એક દાહોદનો રહેવાસી હતો. મૃત્યુ પામેલા યુવકો પૈકી રોનક પરમાર નામનો યુવક વડોદરામાં પોતાના માતા પિતા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. જ્યારે અન્ય બે યુવકો હોસ્ટેલમાં રહેતા હતા. આ ઘટનાની જાણ થતા મૃતકના પરિવારજનો હાલોલની રેફરલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

મૃતકો માસી વિરેન્દ્રસિંહ ગોહિલ અને રોનક પરમાર વડોદરાની સિગ્મા કોલેજમાં અભ્યાસ કરતા હતા. જ્યારે મૃત્યુ પામેલો જયેન્દ્ર પટેલ વડોદરાની સુમનદીપ કોલેજમાં અભ્યાસ કરતો હતો. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર રોનક ધનાભાઈ પરમારનો આજરોજ જન્મદિવસ હતો.

જન્મદિવસના દિવસે જરૂર મૃત્યુ થતાં પરિવારના લોકો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. આ ઘટનામાં 20 વર્ષે વિરેન્દ્ર ભરતભાઈ ગોહિલ, 20 વર્ષે જયેન્દ્ર સંજયભાઈ પટેલ, 20 વર્ષના રોનક ધનાભાઈ પરમારનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. પોલીસે આ સમગ્ર ઘટના ને લઈને કાર્યવાહી હાથ ધરી છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જન્મદિવસ બની ગયો અંતિમ દિવસ…! વડોદરાથી પાવાગઢ દર્શન કરવા નીકળેલા બાઈક સવાર 3 મિત્રોને ડમ્પરે લીધા અડફેટેમાં, ત્રણેયના કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*