ચોમાસાની શરૂઆત થાય ત્યારે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતો હોય છે અને અનેક જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ પણ બનતી હોય છે. વાદળ ફાટવા પાછળ વૈજ્ઞાનિકો ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગને જવાબદાર ગણાવે છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક અનોખો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
આવો વિડીયો તમે ક્યારેય પણ નહીં જોયો હોય. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે આકાશમાંથી લાખો ગેલન પાણી પૃથ્વી પર પડી રહ્યું છે. મળતી મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો ઓસ્ટ્રેલિયાનો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
મિત્રો આપણે વાદળ ફાટવાની વાતો સાંભળી હશે, પરંતુ કોઈ દિવસ વાદળ કેવી રીતે ફાટે છે તે જોયું નહીં હોય. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાદળ ફાટવાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાદળ ફાટવાના આ દ્રશ્યો વિદેશી ફોટોગ્રાફરે પોતાના કેમેરામાં કેદ કર્યા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, અચાનક જ આકાશમાંથી લાખો ગેલન પાણી પૃથ્વી પર પડે છે. પ્રકૃતિની આ ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયેલો છે. આ વિડીયો ટ્વીટર પર Wonder of Science નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે.
A stunning cloudburst over Lake Millstatt, Austria captured by photographer Peter Maier. pic.twitter.com/7vUVnePvBD
— Wonder of Science (@wonderofscience) July 5, 2022
વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ઓસ્ટ્રેલિયામાં મિનિસ્ટેટર તળાવ ઉપર અચાનક વાદળ ફાટવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. પ્રકૃતિના આ અનોખા દ્રશ્ય ફોટોગ્રાફર પીટર મેયર પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. આ વિડીયો અત્યાર સુધીમાં 45 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. ઉપરાંત આ વિડીયો 1 લાખથી પણ વધારે લોકોએ પસંદ કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment