વડોદરા-પાદરા રોડ ઉપર કાર, બાઈક અને રીક્ષા વચ્ચે ટક્કર થતા સર્જાયો ત્રીપલ અકસ્માત, બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ…

Published on: 2:36 pm, Thu, 7 July 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે આજરોજ વહેલી સવારે વડોદરા-પાદરા રોડ પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક બાઈક ચાલક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર બાઈક ઓટો, રિક્ષા અને કાર વચ્ચે ટક્કર થતા ત્રીપલ અકસ્માતની ઘટના બની હતી.

અકસ્માતના પગલે બાઈક પર સવાર 22 વર્ષે યુવાનનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ હતું .જ્યારે આ અકસ્માતની ઘટનામાં રીક્ષા ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. ત્રીપલ અકસ્માતની ઘટનાની જાણ થતા માંજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ મોકલી આપ્યું હતું.

યુવકના મૃત્યુના સમાચાર સાંભળીને તેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર વડોદરા તાલુકાના સમીયાલા ગામમાં રહેતો તોકીરહુસેન નામનો યુવાન ખાનગી ટ્રાન્સફર કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. આજરોજ સવારે તે રાબેતા મુજબ પોતાની બાઈક લઈને વડોદરા તરફ જઈ રહ્યું હતું.

આ દરમિયાન અટલાદાર નારાયણ વાડી પાસે પાછળથી આવતીકાલે તેની બાઈકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. જેથી આ બાઈક ચાલકને બચાવવા જતા સામેથી આવી રહેલ રીક્ષા ચાલક બાઈક ચાલકને બચાવવા જાય છે ત્યારે તેની ઓટો રીક્ષા પલટી ખાઈ જાય છે. આ ઘટનામાં ઓટો ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી.

પરંતુ બાઈક ચાલક તોકીરહુસેનનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના પગલે આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો દેખાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

તોકીરહુસેનના મૃત્યુ ના સમાચાર સાંભળીને તેના પરિવારના લોકો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પોલીસે તેના મૃત દેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માત નો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "વડોદરા-પાદરા રોડ ઉપર કાર, બાઈક અને રીક્ષા વચ્ચે ટક્કર થતા સર્જાયો ત્રીપલ અકસ્માત, બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*