ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે અંબાજી દર્શન કરીને ઘરે જઈ રહેલા તારાપુરના પાંચ યુવકોને પાલનપુર મહેસાણા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના પાલનપુર મહેસાણા હાઇવે પર સ્થિત વડગામ તાલુકાના છાપી નજીક અધુરીયા પુલ પાસે શનિવારના રોજ મોડી રાત્રે બની હતી.
અકસ્માતના પગલે કારમાં સવાર ત્રણ મિત્રોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
મૃત્યુ પામેલા યુવકોના કારણે તારાપુરમાં માતમ છવાઈ ગયો હતો. તારાપુર તાલુકાના કાનાવાડા ગામના રહેવાસી પંકજભાઈ કાનજીભાઈ ડોસીયાર હર્ષદભાઈ ભાણાભાઈ ડોસીયાર, મિત્ર હિતેન્દ્ર દિલીપસિંહ સિસોદિયા, અનિલ વિરજીભાઈ ડોસીયાર અને કમલેશ ખોડાભાઈ ડોસીયાર ભેગા મળીને અંબાજી માતાની માનતા પૂરી કરવા માટે ગયા હતા.
પાંચેય મિત્રો માનતા પૂરી કરીને કારમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પાલનપુર મહેસાણા હાઇવે પર ગેસ સિલિન્ડરથી ભરેલા ટ્રકે કારને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં કાકા ભત્રીજા અને મિત્ર હિતેન્દ્રનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર પાંચે જણા દર્શન કરીને નીકળ્યા હતા. ત્યારે કારમાં હિતેન્દ્ર અને પંકજે સેલ્ફી લીધી હતી. આ સેલ્ફી તેમના જીવનની અંતિમ સેલ્ફી બની ગઈ છે.
બંને આ સેલ્ફી નું સ્ટેટસ પણ મૂક્યું હતું. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. રવિવારે મોડી સાંજે એક જ પરિવારના બે સભ્યોની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું. મોડી સાંજે કાકા ભત્રીજાને એક સાથે અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર તમામ લોકોની ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment