આ મહિલા મામલતદાર પૂરમાં ફસાયેલા લોકોની મદદમાં ઊતરી આવ્યા, માસુમ બાળકીને ખોળામાં લઈને નીકળી પડ્યા…

Published on: 4:05 pm, Mon, 4 July 22

આણંદના બોરસદ તાલુકાના સિરવા ગામમાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ કારણોસર અનેક જાનહાની થઈ છે. આ વાતની જાણ થતા જ અહીંના મામલતદાર આરતીબેન ગોસ્વામી પૂરમાં ફસાયેલા લોકોની મદદ માટે પહોંચી આવ્યા હતા.

જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીની સૂચનાથી પ્રાંત અધિકારી અને મામલતદાર ની ટીમ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોની સહી સલામત બહાર કાઢીને હાઇસ્કુલ અને પટેલ વાડી ખાતે પહોંચાડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. મળતી માહિતી અનુસાર રબારી ચકલા વિસ્તારમાં દેવીપુજક વાસમાં એક બેન પોતાની એક વર્ષથી દીકરીને વરસાદમાં લઈને બહાર નીકળવા માંગતા ન હતા.

આ દરમિયાન મામલતદાર આરતીબેન ગોસ્વામી મહિલાને સમજાવે છે અને તેમની એક વર્ષની નાની બાળકીને ગોદડામાં લપેટીને પોતાની બાહોમાં લઈને બહાર નીકળી જાય છે. ત્યારબાદ મામલતદાર આરતી ગોસ્વામી સરકારી ગાડીમાં નાનકડી દીકરી અને તેની માતાને બેસાડીને સુરક્ષિત રીતે પટેલ વાડી ખાતે પહોંચાડવામાં આવી હતી

મામલતદાર આરતીબેન જણાવ્યું કે, કુદરતી આફતમાં લોકોને બચાવવાની જવાબદારીએ અમારી પ્રાથમિક ફરજ છે. નાની બાળકી સાથે માતાને પટેલ વાડી ખાતે રાખવામાં આવી છે અને ધ્યાન પણ જાતે જ મામલતદાર આરતીબેન રાખી રહ્યા છે. બોરસદમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોને મૃત્યુ થયા છે.

સીસ્વા ગામની નદીમાં પૂર આવતા આશાપુર સીમામાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન શનિવારના રોજ એક યુવકનું મૃત્યુ પણ થયું છે અને વધુ બે મૃતદેહ ગઈકાલે મળી આવ્યા હતા. હાલમાં લોકો મામલતદાર આરતીબેન ગોસ્વામીની પ્રશંસાઓ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ મહિલા મામલતદાર પૂરમાં ફસાયેલા લોકોની મદદમાં ઊતરી આવ્યા, માસુમ બાળકીને ખોળામાં લઈને નીકળી પડ્યા…"

Leave a comment

Your email address will not be published.


*